1. Home
  2. Tag "viral news"

વઢવાણમાં રાત્રે 2.30 વાગ્યે પાણી અપાતા મહિલાઓએ કર્યો વિરોધ

ભર શિયાળે વઢવાણમાં પાણીની સમસ્યા, સવારે પાણીનું વિતરણ કરવાની માગ ઊઠી, કેટલાક વિસ્તારોમાં ડહોળુ પાણી આવતું હોવાની પણ ફરિયાદો સુરેન્દ્રનગરઃ વઢવાણમાં ભર શિયાળે પાણીની સમસ્યા જોવા મળી રહી છે. નગરપાલિકા દ્વારા રાતના 2.30 વાગ્યે નળ દ્વારા પાણી આપવામાં આવતું હોવાથી મહિલાઓને રાતના ઉજાગરા કરવા પડી રહ્યા છે. અને પુરતા પ્રેશરથી પાણી પણ આપવામાં આવતું નથી. […]

ભાવનગરના કાળિયાર અભ્યારણ્યમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યાં

પાંચ દિવસ દરમ્યાન રાષ્ટ્રીય ઉદ્યાનને સારી એવી આવક થઈ, આ વખતે વિદેશી પ્રવાસીઓમાં પણ થયો વધારો, પ્રવાસીઓ માટે વધુ સુવિધા ઊભી કરવા માગ ભાવનગરઃ ગોહિલવાડમાં વલ્લભીપુરથી 26 કિમી દુર આવેલું કાળિયાર અભ્યારણ્ય હવે પ્રવાસીઓ માટે જાણીતુ બનતું જાય છે. દિવાળીના તહેવારોમાં પ્રવાસીઓથી કાળિયાર અભ્યારણ્યમાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. દિવાળીની રજાઓમાં  2679  ભારતીય પ્રવાસીઓની સંખ્યા તેમજ […]

દિવાળીના વેકેશનમાં ખાનગી શાળાઓએ શિક્ષણ કાર્ય શરૂ કરી દીધું

રાજકોટના DEOએ 10 સ્કૂલોને નોટિસ ફટકારી, વિદ્યાર્થી સંગઠનોએ DEOને રજુઆત કરી હતી, શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓને રિવિઝનની જરૂર હોવાનું કહી કર્યો બચાવ અમદાવાદઃ ગુજરાતમાં શાળા-કોલેજોમાં હાલ દિવાળી વેકેશન ચાલી રહ્યું છે. ત્યારે કેટલીક ખાનગી શાળાઓ દિવાળી વેકેશનમાં પણ શિક્ષણ કાર્ય ચાલુ રાખ્યું છે. આ અંગે વિદ્યાર્થી સંગઠનોએ ફરિયાદ કરતા રાજકોટના જિલ્લા શિક્ષણાધિકારીએ 10 ડેટલી શાળાઓને નોટિસ […]

કાળુપુર રેલવે સ્ટેશનની બહાર પ્રવાસીઓને લૂંટતી ગેન્ગનો સાગરિત પકડાયો

પ્રવાસીએ પોલીસ કન્ટ્રોલ રૂમને ફોન કરતા જ લૂંટારૂ શખસને પકડાયો, લૂંટારૂ ગેન્ગ પરપ્રાંતથી આવતા એકલ-દોકલ વ્યક્તિઓને નિશાન બનાવતા હતા. લૂંટમાં રિક્ષાચાલકોની પણ સંડોવણી અમદાવાદઃ શહેરના કાળુપર રેલવે સ્ટેશન પર બહારગામથી આવતા એકલ-દોકલ પ્રવાસીઓને ટાર્ગેટ બનાવીને લૂંટ કરતી ગેન્ગના સાગરિતને પોલીસે દબોચી લીધો હતો, આ બનાવમાં લૂંટનો ભોગ બનેલા પ્રવાસીએ પોલીસ કંન્ટ્રોલરૂમને ફોન કરતા જ પીસીઆર […]

શિક્ષકોની ભરતીમાં યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણના ઉમેદવારોને સમાવવા માગ

શૈક્ષિક સંઘએ શિક્ષણ મંત્રીને પત્ર લખીને કરી રજુઆત, અન્ય વિષયોની જેમ વૈકલ્પિક વિષય તરીકે શારીરિક શિક્ષણને પણ સમાવો, દરેક સ્કૂલમાં યોગ શિક્ષક પણ હોવા જોઈએ અમદાવાદઃ ગુજરાતમાં પ્રાથમિક અને માધ્યમિકની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં 13000થી વધુ શિક્ષકોની ભરતી માટે સરકારે પ્રકિયા હાથ ધરી છે. ત્યારે શૈક્ષિક સંઘે શિક્ષણ મંત્રીને પત્ર લખીને એવી રજુઆત કરી છે […]

સરકારે CISFની પ્રથમ મહિલા બટાલિયનની રચનાને મંજૂરી આપી: અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે કહ્યું છે કે સરકારે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)ની પ્રથમ મહિલા બટાલિયનની રચનાને મંજૂરી આપી છે . X પરની એક પોસ્ટમાં, ગૃહમંત્રીએ કહ્યું કે, રાષ્ટ્ર નિર્માણના દરેક ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં મજબૂત પગલાં લેતા, મોદી સરકારે CISFની પ્રથમ મહિલા […]

ભારતીય શેર બજારમાં કડાકો, BSE માં 984 પોઈન્ટનો ઘટાડો

મુંબઈઃ બુધવારના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં ચારે બાજુ ઘટાડો જોવા મળી રહ્યો છે. બજારના લગભગ તમામ ઈન્ડેક્સ લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. બપોરે 1 વાગ્યા સુધીમાં સેન્સેક્સ 697 પોઈન્ટ અથવા 0.76 ટકા ઘટીને 77,977 પર અને નિફ્ટી 219 પોઈન્ટ અથવા 0.90 ટકા ઘટીને 23,668 પર હતો. બજારનો ટ્રેન્ડ પણ નેગેટિવ રહ્યો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ […]

પીટ હેગસેથ અમેરિકાના નવા સંરક્ષણ સચિવ હશે

નવી દિલ્હીઃ યુનાઇટેડ સ્ટેટ્સના આગામી સંરક્ષણ સચિવ પ્રખ્યાત ફોક્સ ન્યૂઝ હોસ્ટ પીટ હેગસેથ હશે. પીટ હેગસેથનું ઇરાક અને અફઘાનિસ્તાન યુદ્ધનું વિશ્લેષણ સમાચારોમાં રહ્યું છે. રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે તેમને તેમના આગામી સંરક્ષણ સચિવ તરીકે પસંદ કર્યા છે. પીટ પેન્ટાગોન, અમેરિકાના મિલિટરી હેડક્વાર્ટર અને 1.3 મિલિયન સૈનિકોનું નેતૃત્વ કરશે. ધ ન્યૂ યોર્ક ટાઈમ્સે અહેવાલ આપ્યો […]

નાસાએ સેટેલાઇટ ફોટો દ્વારા પંજાબ અને હરિયાણામાં ભીષણ આગની ઘટનાઓ શોધી

નવી દિલ્હીઃ અમેરિકન એજન્સી નાસાએ સેટેલાઇટ ફોટો દ્વારા પંજાબ અને હરિયાણામાં ભીષણ આગની ઘટનાઓ શોધી કાઢી છે. નોંધનીય છે કે પંજાબ અને હરિયાણામાં થાળી સળગાવવા જેવી ઘટનાઓ દિલ્હી એનસીઆરમાં વાયુ પ્રદૂષણ માટે મોટાભાગે જવાબદાર છે. પરાળ સળગાવવાને રોકવાના અનેક પ્રયાસો છતાં આ વર્ષે પણ પરાળ સળગાવવાની ઘટનાઓ સામાન્ય છે. દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણનું સ્તર વધી રહ્યું […]

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન આઠ સ્ટેશન ઉપર ઉભી રહેશે

ગાંધીનગરઃ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બીલીમોરા અને વાપીથી શરૂ થતા ગુજરાતમાં આઠ (08) સ્ટેશન હશે. તમામ 8 સ્ટેશનો પર પાયાનું કામ પૂર્ણ થઈ ગયું છે અને સુપરસ્ટ્રક્ચરનું બાંધકામ અદ્યતન તબક્કામાં છે. બુલેટ ટ્રેન સ્ટેશનોની કલ્પના આધુનિક જીવનશૈલીના પ્રવેશદ્વાર તરીકે કરવામાં આવી છે. MAHSR લાઇન પરના દરેક સ્ટેશનોની ડિઝાઇન તે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code