1. Home
  2. Tag "viral news"

મોહમ્મદ શમી મેદાનમાં પરત ફરવા તૈયાર, બંગાળ માટે રણજી મેચ રમશે

ભારતીય ટીમનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી વાપસી કરવા માટે તૈયાર છે. તે સંપૂર્ણ રીતે ફિટ છે અને મેદાન પર ફરી એકવાર તેની ઘાતક બોલિંગથી બેટ્સમેનોને મુશ્કેલીમાં મુકવા માટે તૈયાર છે. બહુ જલ્દી તે બંગાળ માટે રણજી ટ્રોફી મેચ રમતા જોવા મળશે. શમી એક વર્ષ બાદ વાપસી કરવા તૈયાર છે અનુભવી બોલર મોહમ્મદ શમી એક વર્ષ […]

જામનગરના હાપા યાર્ડમાં મગફળીની ધૂમ આવક, હરાજી બંધ

યાર્ડમાં 80,000 ગુણી મગફળીની આવકથી હવે માલ રાખવાની જગ્યા જ નથી, મગફળીની આવક 8 દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવાયો, યાર્ડમાંથી મગફળીના જથ્થાના નિકાલ માટે પ્રયાસો શરૂ કરાયા જામનગરઃ જિલ્લાના તમામ યાર્ડમાં ખરીફ પાકની ધૂમ આવક થઈ રહી છે. જેમાં જિલ્લાના સૌથી મોટા ગણાતા હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવકમાં જોરદાર વધારો થયો છે. છેલ્લા કેટલાક દિવસોમાં […]

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીના મોત અંગે સરકારે આપ્યા તપાસના આદેશ

બોરીસણા ગામમાં હેલ્થ કેમ્પ બાદ 19 લોકોની એન્જિયોગ્રાફી, 7ની એન્જિયોપ્લાસ્ટી, બેના મોત નિપજતા ઉશ્કેરાયેલા ગ્રામજનોએ હોસ્પિટલમાં તોડફોડ કરી, પૂર્વ મંત્રી નીતિન પટેલ હોસ્પિટલ દોડી આવ્યા અમદાવાદઃ શહેરમાં ખ્યાતિ હોસ્પિટલ વિવાદમાં સપડાઈ છે. હોસ્પિટલ દ્વારા કડીના બોરીસણા ગામમાં આરોગ્ય કેમ્પ યોજ્યા બાદ  સારવારની જરૂપિયાત હોય એવા દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલમાં લાવી પરિવાજનોની જાણ બહાર જ 19 લોકોની […]

સામખિયાળી-રાધનપુર હાઈવે પર મેવાસા પાટિયા પાસે કન્ટેનર ટ્રક સાથે અથડાયું

રાજસ્થાન જતા કન્ટેનર ટ્રેલર ડિવાઈડર કૂદીને ટ્રક સાથે અથડાયુ, અકસ્માતને લીધે 5 કલાક સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયો, ક્રેઈનથી અકસ્માતનો ભોગ બનેલા વાહનો ખસેડીને ટ્રાફિક ક્લીયર કરાયો ભૂજઃ કચ્છમાં રોડ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. જેમાં સામખિયાળી-રાધનપુર હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. સામખિયાળી-રાધનપુર હાઈવે પર રાપર તાલુકાના મેવાસા પાટિયા નજીક  અકસ્માતના કારણે ભારે […]

વાવ વિધાનસભા બેઠકની કાલે પેટા ચૂંટણી, કમળ, પંજો અને બેટ જીત માટે આશાવાદી

મતદારોને રિઝવવા છેલ્લા ઘડી સુધી ભાજપ-કોંગ્રેસ અને માવજીભાઈ પ્રયાસો કર્યા, રસાકસીભરી ચૂંટણીમાં કોણ જીતશે, તે કહેવું મુશ્કેલ આજે કતલની રાત, ઉમેદવારો કરશે ઉજાગરા પાલનપુરઃ વાવ વિધાનસભાની પેટા ચૂંટણી કાલે તા. 13મી નવેમ્બરને બુધવારે યોજાશે. ચૂંટણી પ્રચારના પડઘમ શાંત પડ્યા બાદ ગઈ સાંજથી ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. આજની રાત કતલની રાત છે. […]

રાજુલાના કોવાયા ગામે રહેણાંકના મકાનમાં સિંહ પરિવાર ઘૂંસી આવ્યું

પરિવારજનોએ રૂમમાં પુરાઈને સિંહનો વિડિયો ઉતાર્યો, સિંહ ઘરમાં આંટાફેરા મારતા હોવાથી પાડોશીને જાણ કરી, લોકોએ મકાનની ડેલી ખોલીને હાંકલા-પડકારા કરીને સિંહને ભગાડ્યાં અમરેલીઃ જિલ્લામાં સિંહોની વસતી વધતી જાય છે. જેમાં રાજુલા, સાવરકૂંડલા, ધારી, લીલાયા, જાફરાબાદ સહિતના વિસ્તારોમાં સીમ-ખેતર વાડીમાં ગમે ત્યાં સિંહ જોવા મળે છે. દરમિયાન રાજુલા તાલુકાના કોવાયા ગામમાં એક રહેણાંક મકાનમાં સિંહ પરિવાર […]

ગાંધીનગરમાં 24 કલાક પાણી આપવાની યોજનામાં તંત્રને જ રસ નથી

સ્માર્ટસિટીના નામે નાણાં વાપરવા વગર વિચાર્યે હાથ ધરાયેલી યોજનો ફિયોસ્કો થશે, નવા સેક્ટરોમાં તો હજુ પાણીના મીટરો પણ લગાવાયા નથી, હજુ એક વર્ષે પણ યોજના પુરી થાય એમ લાગતું નથી  ગાંધીનગરઃ પાટનગરને સ્માર્ટસિટી બનાવવા વિકાસના અનેક કામો ચાલી રહ્યા છે. જેમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત શહેરના તમામ વિસ્તારોમાં 24 કલાક પાણી પુરૂ પાડવાની યોજના અમલમાં […]

ગાંધીનગર મ્યુનિ.એ લાલ આંખ કરતા વેપારીઓએ બાકી ભાડાના 36 લાખ ભરી દીધા

મ્યુનિ. કોર્પોરેશને ટોકનના દરે દુકાનો અને લારી-ગલ્લા માટે જગ્યા ભાજે આપી હતી, 639 વેપારીઓ પાસે 5.50 કરોડ ભાડાપેટે લેવાના બાકી નિકળે છે, મ્યુનિ દ્વારા સિલિંગ ઝૂંબેશ હાથ ધરાયા પહેલા 70 વેપારીઓએ 36 લાખ ભરી દીધા ગાંધીનગરઃ શહેરના વિવિધ વિસ્તારોમાં મ્યુનિ.કોર્પોરેશનની માલિકીની જગ્યામાં ટોકન દરથી લારી-ગલ્લા ઊભા રાખવાની મંજુરી આપવામાં આવી છે. તેમજ મ્યુનિ.ની દુકાનો તેમજ […]

ગુજરાત સરકારના કર્મચારીઓની 4 ટકા મોંઘવારી ભથ્થુ જાહેર કરવાની માગ

કેન્દ્ર સરકારે દિવાળી પહેલા જ મોંઘવારી ભથ્થુ જાહેર કર્યું હતુ, હવે ડિસેમ્બરમાં નવી મોઘવારી પહેલા ગુજરાત સરકાર નિર્ણય લે તેવી માગ, ગુજરાત સરકાર દર વખતે મોંઘવારી ભથ્થુ જાહેર કરવામાં વિલેબ કરે છે ગાંધીનગરઃ કેન્દ્ર સરકાર દ્વારા જે-તે વર્ષના જાન્યુઆરી માસ અને જુલાઇ માસની અસરથી તેના કર્મચારીઓ અને પેન્શનરો માટે દર છ માસે મોંઘવારી ભથ્થું જાહેર […]

PGVCLના 500 કોન્ટ્રાક્ટરોની ભાવ વધારાની માગ સાથે હડતાળ

કોન્ટ્રાકરો કહે છે, MGVCLની તુલનાએ ભાવ ઓછા અપાય છે, વીજપોલ નાંખવાના માત્ર રૂપિયા 800 ચુકવવામાં આવે છે, ભાવ વધારો કરવા આવેદનપત્ર અપાયું રાજકોટઃ ગુજરાત સરકારની માલિકીની પશ્વિમ ગુજરાત વીજ કંપની યાને પીજીવીસીએલના ખાનગી કોન્ટ્રાક્ટરોએ ભાવ વધારાના મુદ્દે હડતાળ પાડતા કામો અટકી પડ્યા હતા. ખાનગી કોન્ટ્રાક્ટરોએ વિવિધ પ્રકારના કોન્ટ્રાક્ટમાં ભાવવધારાની માંગ સાથે તંત્રનું નાક દબાવ્યું છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code