1. Home
  2. Tag "viral news"

વડોદરાની IOCL રિફાઈનરીમાં લાગેલી ભીષણ આગ 15 કલાકે કાબુમાં આવી

સોમવારે બપોરે પ્રચંડ ધડાકા સાથે આગ ફાટી નિકળી હતી, ફાયરબ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો હતો, બે કર્મચારીના મોત થતાં પરિવારજનોનો રિફાઈનરી સામે રોષ વડોદરાઃ શહેરના કોયલી ખાતેની IOCL રિફાઇનરીમાં ગઈકાલે સોમવારે બપોરના 3.30 વાગ્યે મોટો બ્લાસ્ટ થયો હતો. ત્યારબાદ રિફાઇનરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ લાગતાંની સાથે જ ધૂમાડાના ગોટેગોટા નીકળ્યા હતા. આગને લીધે […]

સુરતના જ્વેલરી ઉદ્યોગને પણ મંદીનું ગ્રહણ, ક્રિસમસના ઓર્ડરો ન મળ્યાં

સુરતમાં જ્વેલરીના 450 જેટલા યુનિટો કાર્યરત છે, જ્વેલરી મેન્યુફેક્ચરિંગમાં પહેલી વખત દિવાળી વેકેશન લંબાવાયુ, મોટાભાગના યુનિટો એક્સપોર્ટ માટે જ ઉત્પાદન કરે છે સુરતઃ શહેરમાં હીરા ઉદ્યોગમાં તો છેલ્લા બે વર્ષથી મંદીનો દૌર ચાલી રહ્યો છે. ત્યારે હવે જવેલરી ઉદ્યોગમાં પણ મંદીની મોકાણ શરૂ થઈ છે. વિદેશથી ક્રિસમસના તહેવારો પહેલા કરોડો રૂપિયાના ઓર્ડર મળતા હતા, જે […]

અમદાવાદમાં અકસ્માતના બે બનાવ, બાઈકની અડફેટે બે મહિલાના મોત

પૂરફાટ ઝડપે બાઈકચાલકે મહિલા અને તેના પૂત્રીને અડફેટે લીધા, અકસ્માત બાદ બાઈકચાલક ભાગી ગયો, સ્થાનિક લોકોએ દોડી આવી માતા-દીકરીને હોસ્પિટલ ખસેડ્યાં અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવોમાં ચિંતાજનક વધારો થતો જાય છે. જેમાં વધુ બે અકસ્માતના બનાવ બન્યા છે. પ્રથમ બનાવ શહેરના નિકોલના દાસ્તાન સર્કલથી ઓઢવ રિંગ રોડ જતા ક્રોસ રોડ કરતા મહિલા અને તેની દીકરીને […]

કાસગંજમાં મોટી દુર્ઘટનાઃ માટીમાં દટાઈ જવાથી ચારના મોત

ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લામાં વહેલી સવારે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. અહીં મોહનપુરા નગરમાં કાદવમાં દટાઈને ચાર મહિલાઓના મોત થયા હતા, જ્યારે બે ડઝનથી વધુ મહિલાઓ અને બાળકો માટીમાં દટાઈ ગયા હતા. તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. માહિતી મળતા જ પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ટનલ એટલી ઊંડી હતી કે […]

અરવિંદ કેજરીવાલની અરજી પર હાઈકોર્ટે નોટિસ જારી, સેશન્સ કોર્ટના આદેશને પડકાર્યો

દિલ્હી હાઈકોર્ટે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર નોટિસ જારી કરી છે. અરજીમાં સેશન્સ કોર્ટના આદેશને પડકારવામાં આવ્યો છે. કેજરીવાલે સેશન્સ કોર્ટના નિર્ણયમાં સુધારો કરવાની માગણી સાથે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદોના સંદર્ભમાં કોર્ટ દ્વારા જારી કરાયેલા સમન્સને પડકારતી તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી. EDએ કેજરીવાલને આગોતરી […]

પીએમ મોદીએ ચિમુર રેલીમાં વિપક્ષી ગઠબંધન પર આકરા પ્રહારો કર્યા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના ચિમૂરમાં એક જાહેર સભાને સંબોધી હતી. આ જાહેર સભામાં પોતાના સંબોધનમાં પીએમ મોદીએ વિપક્ષ મહા વિકાસ અઘાડી ગઠબંધન પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે મહારાષ્ટ્રમાં મહાયુતી સરકાર અને કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકારનો અર્થ વિકાસની ગતિ બમણી છે. ‘ભ્રષ્ટાચારની સૌથી મોટી ખેલાડી આઘાડી’ વડાપ્રધાને કહ્યું […]

છત્તીસગઢ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ માટે “રાજ્યોમાં ફાયર સેવાઓના વિસ્તરણ અને આધુનિકીકરણ” હેઠળ 3 પ્રોજેક્ટ્સને મંજૂરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિએ છત્તીસગઢ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ માટે “રાજ્યોમાં ફાયર સર્વિસીસના વિસ્તરણ અને આધુનિકીકરણ” હેઠળ રૂ. 725.62 કરોડના ત્રણ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. સમિતિએ છત્તીસગઢ માટે રૂ. 147.76 કરોડ, ઓડિશા માટે રૂ. 201.10 કરોડ અને પશ્ચિમ બંગાળ માટે રૂ. 376.76 કરોડ મંજૂર કર્યા […]

અયોધ્યામાં 14 કોસી પરિક્રમા પૂર્ણ, લાખો ભક્તો રામનગરી પહોંચ્યા અને તમામ રેકોર્ડ તોડ્યા

અયોધ્યાની ચૌદ કોસી પરિક્રમા પૂર્ણ થઈ હતી, જેમાં વિવિધ વિસ્તારોમાંથી 30 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ભાગ લેવાનો અંદાજ છે. અધિકારીઓએ આ જાણકારી આપી. અયોધ્યા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ (DM) ચંદ્ર વિજય સિંહે અહીં જારી કરેલા એક સત્તાવાર નિવેદન અનુસાર, પરિક્રમા શુભ મુહૂર્ત પ્રમાણે રવિવારે પૂર્ણ કરવામાં આવી હતી અને અંદાજિત 30 થી 35 લાખ શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો […]

સીરિયાની રાજધાની દમાસ્ક નજીક ઈઝરાયેલના હવાઈ હુમલામાં સાત નાગરિકોના મોત

સીરિયાની રાજધાની દમાસ્ક નજીક ઈઝરાયેલના હવાઈ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત સાત નાગરિકોના મોત થયા છે અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે. સીરિયાના સંરક્ષણ મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરી છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સ્થાનિક સમય મુજબ સાંજે લગભગ 5 વાગ્યે, કબજા હેઠળના ગોલાન હાઇટ્સમાંથી ઇઝરાયેલના ‘દુશ્મન’ હવાઈ હુમલાએ દમાસ્કસ ગ્રામ્ય વિસ્તારમાં […]

આંધ્ર પ્રદેશ સરકારે રૂ. 2.94 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું, શાળા શિક્ષણ માટે રૂ. 29 હજાર કરોડ ફાળવ્યા

આંધ્ર પ્રદેશ સરકારે નાણાકીય વર્ષ 2024-25 માટે રાજ્યનું બજેટ રજૂ કર્યું છે. સરકારે 2.94 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું છે, જેમાં શાળા શિક્ષણ માટે 29,909 કરોડ ફાળવવામાં આવ્યા છે. જ્યારે આરોગ્ય સંભાળ અને પરિવાર કલ્યાણ માટે 18,421 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ડેપ્યુટી સીએમ પવન કલ્યાણના વિભાગ, પંચાયત રાજ અને ગ્રામીણ વિકાસ માટે બજેટમાં 16,739 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code