1. Home
  2. Tag "viral news"

ISIS બાદ હિઝબુત તહરિર ભારત માટે મોટો ખતરો, NIAએ કર્યો મોટો ખુલાસો

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ દેશમાં આતંકવાદી સંગઠન હિઝબુત તહરિરના વધતા નેટવર્ક પર એલર્ટ જાહેર કર્યું છે. આ આતંકવાદી સંગઠનને ISIS બાદ ભારતમાં સૌથી મોટો ખતરો માનવામાં આવે છે. હાલમાં જ આતંકવાદ વિરોધી કોન્ફરન્સમાં NIAએ આ સંગઠનને દેશની સુરક્ષા માટે મોટો ખતરો ગણાવ્યો છે. કેન્દ્રીય એજન્સીને શંકા છે કે હિઝબુત તહરીના સ્લીપર સેલ તેલંગાણા, તમિલનાડુ, […]

સિવિલ હોસ્પિટલને બ્રેઇન ડેડ દર્દીના એક લીવર અને બે કીડની નું દાન મળ્યું

અમદાવાદઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નવા વર્ષમાં વધુ એક અંગદાન થયું છે.સિવિલ હોસ્પિટલમાં થયેલા આ 172 માં ગુપ્ત અંગદાનની વાત કરીએ તો તારીખ 6 નવેમ્બરના રોજ દર્દીને અકસ્માત થતા માથાની ઇજાના કારણે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા. ‌આધેડ વયના વ્યક્તિને સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલ ના ડોક્ટરોએ તારીખ 8 નવેમ્બરના રોજ બ્રેઇન ડેડ જાહેર કરેલ. […]

વિકસિત ભારત બનવાની પ્રથમ શરત એ છે કે લોકલ માટે વોકલ બનીને “આત્મનિર્ભર” બનવું: નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના વડતાલમાં શ્રી સ્વામિનારાયણ મંદિરની 200મી વર્ષગાંઠની ઉજવણીમાં સહભાગી થયા હતા. તેમણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણની કૃપાથી જ 200મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી રહી છે. વિશ્વભરના તમામ શિષ્યોને આવકારતા મોદીએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ મંદિરની પરંપરામાં સેવા સૌથી આગળ છે અને શિષ્યો આજે સેવામાં […]

એગ્રીકલ્ચર સેક્ટરમાં ઉત્પાદન પણ વધીને 2.7 લાખ કરોડ થયું: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો માટે પોષણક્ષમ ભાવે મગફળી, સોયાબીન, અડદ અને મગની ખરીદીનો રાજ્ય વ્યાપી પ્રારંભ હિંમતનગરથી કરાવ્યો હતો. પ્રાઈઝ સપોર્ટ સ્કીમ PSS અન્વયે ખેડૂતોને તેમની ખેતપેદાશોના પોષણક્ષમ ભાવો મળી રહે તે હેતુસર રાજ્યમાં 160થી વધુ કેન્દ્રો દ્વારા 90 દિવસ સુધી આ ખરીદી કરવામાં આવશે. રાજ્યભરના 3.70 લાખથી વધુ કિસાનોએ આ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું […]

સોનાના ભાવમાં સતત ઘટાડો, કિંમત 77,000 રૂપિયા સુધી પહોંચી

નવી દિલ્હીઃ તહેવારોની સીઝન બાદ સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સોમવારે 24 કેરેટ સોનાની કિંમત ઘટીને 77,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ હતી. ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 24 કેરેટ સોનાની કિંમત 77,030 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે. 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 75,180 અને […]

ડ્રોનની મદદથી મચ્છરોને નાથવાના પાઇલોટ પ્રોજેક્ટનો અમદાવાદમાં પ્રારંભ

અમદાવાદઃ મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા ડ્રોનની મદદથી મચ્છરોનાં ઉત્પત્તિસ્થાનોને શોધવા તેમજ દવા છંટકાવ કરવા માટેનો પાયલોટ પ્રોજેક્ટ અમદાવાદમાં શરૂ કરવામાં આવ્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડ્રોન ટેકનોલોજીની મદદથી મચ્છર ઉપદ્રવ અટકાવવાની આ આગવી પહેલ કરવામાં અમદાવાદ જિલ્લા પંચાયત મધ્ય ગુજરાતમાં પ્રથમ છે. ચાંગોદર ગ્રામ પંચાયત ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી કંચનબા વાઘેલા તેમજ જિલ્લા મુખ્ય આરોગ્ય […]

પશ્ચિમ કર્ણાવતી વિભાગ દ્વારા સ્વદેશી સ્વાવલંબન દિવસની ઉજવણીનો કાર્યક્રમ

સ્વદેશી જાગરણ મંચે ઉસ્માનપુરામાં માધવ સ્મૃતિ ન્યાસ કાર્યાલય ખાતે સ્વદેશી સ્વાવલંબન દિવસનું આયોજન કર્યું હતું, જે આરએસએસના સૌથી નોંધપાત્ર વ્યક્તિત્વમાંના એક શ્રી સ્વ. દત્તોપંત ઠેંગડીની સ્મૃતિમાં છે. શ્રદ્ધેય શ્રી દત્તોપંતજીના વારસાને સ્વદેશી મૂલ્યો, આત્મનિર્ભરતા અને રાષ્ટ્રીય ગૌરવના ઝળહળતા ઉદાહરણ તરીકે જોવામાં આવે છે. આ અવસરે, આજના સંદર્ભમાં સ્થાનિક સશક્તિકરણ અને સાતત્યપૂર્ણ વિકાસના મહત્વ પર ભાર […]

મહારાષ્ટ્રમાં ભાજપાની આગેવાની હેઠળની મહાયુતિનું પ્રચાર અભિયાન નફરત ભર્યુઃ કોંગ્રેસ

નવી દિલ્હીઃ કોંગ્રેસે સોમવારે મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળની ગઠબંધન સરકાર પર તેના ચૂંટણી પ્રચારમાં ઇરાદાપૂર્વક “દ્વેષ અને ઝેર” ફેલાવવાનો અને “રાજ્યમાં સાંપ્રદાયિક સંવાદિતાને ખલેલ પહોંચાડવાનો” પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે આ અભિયાન ભાજપની “બીમાર માનસિકતા” ને છતી કરે છે. રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં […]

PDEUના SEP ફેસ્ટ 2024માં પીએમ શ્રી કેવી કેન્ટના 55 વિદ્યાર્થીઓ અને ચાર શિક્ષકોએ ભાગ લીધો

અમદાવાદના પીએમ શ્રી કેવી કેન્ટના ધોરણ 7 થી 12ના 55 વિદ્યાર્થીઓ અને ચાર શિક્ષકોએ 8 નવેમ્બર, 2024ના રોજ ગાંધીનગર સ્થિત પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDEU) ખાતે SEP ફેસ્ટ 2024માં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો જેમ કે ગેસ અને તેલના વધતા ઉપયોગના કારણે પર્યાવરણના પ્રદૂષણ અંગે જાગૃતિ લાવવા અને નવીનીકરણીય ઉર્જા સ્ત્રોત તરફ […]

સ્વચ્છતા અભિયાનમાં કેન્દ્ર સરકારે રૂ. 650 કરોડનું ભંગાર વેચ્યું

નવી દિલ્હીઃ કર્મચારી મંત્રાલયે માહિતી આપી છે કે, કેન્દ્ર સરકારે ઓક્ટોબરમાં સ્વચ્છતા અભિયાન હેઠળ જનરેટ થયેલા જંકનું વેચાણ કરીને 650 કરોડ રૂપિયાથી વધુની આવક મેળવી છે.  મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદીની માર્ગદર્શિકાથી પ્રોત્સાહિત, 2021-24 વચ્ચે ચલાવવામાં આવેલા વિશેષ અભિયાન હેઠળ, ભંગારના વેચાણથી 2,364 કરોડ રૂપિયાની આવક પ્રાપ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code