1. Home
  2. Tag "viral news"

તબીબીમાં આયુર્વેદ અને હોમિયોપથીમાં ત્રીજા રાઉન્ડના અંતે 499 બેઠકો ખાલી રહી

પેરા મેડિકલના પ્રવેશના ત્રીજા રાઉન્ડનું મેરિટ જાહેર કરાયું, 11મી નવેમ્બર સુધી વિદ્યાર્થીઓ ઓનલાઈન ચોઈસ ફિલિંગ કરી શકશે, BAMSમાં 239 અને BHMSમાં 260 બેઠક ખાલી અમદાવાદઃ તબીબીના પેરા મેડિકલના અભ્યાસક્રમોમાં ખાલી રહેલી બેઠકો પર પ્રવેશની કાર્યવાહી ચાલી રહી છે. જેમાં આયુર્વેદ અને હોમિયોપથીના ત્રીજા રાઉન્ડના અંતે 499 બેઠકો ખાલી રહેતા ચોથા રાઉન્ડની પ્રવેશ કાર્યવાહી ઓનલાઈન શરૂ […]

ગણદેવીમાં ટ્રાન્સપોર્ટના ગોદામમાં લાગી ભીષણ આગ, ત્રણ જીવતા ભૂંજાયા

ટ્રકમાંથી કેમિકલના બેરલ ખાલી કરાતા હતા, ત્યારે જ થયો ભડકો, ત્રણથી વધુ કામદારો દાઝી ગયા, કેમિકલ હોવાથી આગ વધુ પ્રસરી નવસારીઃ જિલ્લાના ગણદેવી તાલુકાના દેવસર ગામ નજીક જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં એક ટ્રકમાંથી કેમિકલના બેરલ ખાલી કરાતા હતા, તે દરમિયાન ભીષણ આગ ફાટી નિકળતા અપડા-તફડી મચી ગઈ હતી. આગના કારણે ગોડાઉનમાં કામ કરતા કેટલાક મજૂરો […]

મુંબઈ એરપોર્ટ પર રૂ. 1.36 કરોડની કિંમતનું સ્વર્ણ ભસ્મ ઝડપાયું, બેની ધરપકડ

મુંબઈઃ કસ્ટમ વિભાગના એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU) એ મહારાષ્ટ્રના મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી 24 કેરેટ સોનાની ભસ્મ રિકવર કરી છે, જેની કુલ કિંમત રૂ. 1.36 કરોડ છે. એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, આ કેસમાં બે લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે સોનાની ભસ્મ એક બેગમાં રાખવામાં આવેલા અન્ડરવેરમાં છુપાવવામાં આવી હતી. […]

પાકિસ્તાન જુઠ્ઠાણું ફેલાવવાનું બંધ કરે, તથ્યો બદલાશે નહીં: ભારત

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રમાં શાંતિ રક્ષા અભિયાનો પર ચર્ચા દરમિયાન પાકિસ્તાન દ્વારા જમ્મુ અને કાશ્મીરના ઉલ્લેખ કરવા મામલે ભારતે પાડોશી દેશ પર “જૂઠ” ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમજ પાકિસ્તાનના વલણની ટીકા કરી હતી. રાજ્યસભાના સભ્ય અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે, “ભારતે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓનો જવાબ આપવાનો પોતાનો […]

કોરિયા માસ્ટર્સમાં ભારતના કિરણ જ્યોર્જની સેમિફાઇનલમાં વિટિડસર્ન સામે હાર

નવી દિલ્હીઃ કોરિયા માસ્ટર્સમાં ભારતના કિરણ જ્યોર્જની શાનદાર દોડ સેમિફાઇનલમાં સમાપ્ત થઈ હતી, જ્યાં તેને થાઈલેન્ડના ટોચના ક્રમાંકિત કુનલાવત વિટિડસર્ન સામે પરાજય મળ્યો હતો. વિશ્વમાં 44મા ક્રમે રહેલા જ્યોર્જે જોરદાર લડત આપી પરંતુ આખરે શનિવારે 53 મિનિટ સુધી ચાલેલી મેચમાં સીધી ગેમમાં 12-21, 20-22થી હારી ગયા હતા. જ્યોર્જ પ્રથમ ગેમમાં 4-4ની બરાબરી પર હતો, પરંતુ બ્રેકમાં […]

સુરત એરપોર્ટ પરથી ડીઆરઆઈએ 4.72 કરોડનું સોનું જપ્ત કર્યું, બેની ધરપકડ

અમદાવાદઃ સુરતમાં DRIએ રૂપિયા 4.72 કરોડની કિંમતના સોનાનું સ્મગલિંગ ઝડપ્યું છે. શારજાહથી સુરત આવતી ફ્લાઈટમાં સ્મગલિંગ કરવામાં આવતું હતુ ડીઆરઆઈની ટીમે 6 કિલો સોના સાથે બે વ્યકિતની કરી ધરપકડ, વિપુલ પાલડિયા અને અભય કુમારની ધરપકડ કરવામાં આવી હતી જેને લઈ મોટા ખુલાસા થયા છે. બેલ્ટમાં પેસ્ટ ફોર્મમાં સોનું છુપાવીને લાવ્યા હતા. સુરત એરપોર્ટ પર અનેક […]

ઉત્તરાખંડનો રાજ્ય વિકાસ દર 2 વર્ષમાં 1.25 ગણાથી વધુ વધ્યો: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે દેવભૂમિ ઉત્તરાખંડના રજત જયંતિ વર્ષ પર રાજ્યના લોકોને શુભેચ્છા પાઠવી હતી. વિવિધ સરકારી યોજનાઓનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, રાજ્યમાં સ્થિતિ પહેલા કરતા વધુ સારી બની છે અને સામાન્ય લોકોનું જીવન સરળ બન્યું છે. પ્રધાનમંત્રીએ વીડિયો સંદેશમાં કહ્યું છે કે, આ દાયકો ઉત્તરાખંડનો દાયકો હશે. છેલ્લા દોઢથી બે વર્ષમાં ઉત્તરાખંડ રાજ્યના […]

ગિરનાર: લીલી પરિક્રમામાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ, નિયમનો ભંગ કરનાર પાસેથી આકરો દંડ વસુલાશે

જૂનાગઢઃ ગીરનારની લીલી પરિક્રમા આગામી 12 નવેમ્બરથી શરૂ થશે. આ લીલી પરિક્રમા ગિરનારના જંગલમાં યોજાય છે, જ્યારે ગિરનારનું જંગલ વાઇલ્ડ લાઇફ સેંચૂરીનો દરજ્જો ધરાવે છે, એટલે જંગલમાં પ્લાસ્ટિક લઈ જવા પર પ્રતિબંધ મુકાયેલો છે ત્યારે જો કોઈ શ્રદ્ધાળુ જંગલમાં પ્લાસ્ટિક લઈ જશે તો પચ્ચીસ હજાર સુધીનો દંડ કરવામાં આવશે. ગરવા ગિરનારની ગોદમાં દિવાળી બાદ યોજાતી લીલી […]

ઉત્તરપ્રદેશઃ આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર અકસ્માત, 5 લોકોના મોત

લખનૌઃ આગરા-લખનૌ એક્સપ્રેસ હાઇવે પર ઉભેલી ટ્રકને પાછળથી આવતી બસે ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો. આ ઘટનામાં બસમાં મુસાફરી કરી રહેલા 5 લોકોના મોત અને 9 મુસાફરો ઘાયલ થયા છે. એક મુસાફરોની હાલત ગંભીર છે. બસ મથુરાથી લખનૌ જઈ રહી હતી. આ દરમિયાન બસ ફિરોઝાબાદ નજીક હાઈવે પર ઉભેલી ટ્રક સાથે અથડાઈ હતી. આ બસમાં લગભગ […]

પાકિસ્તાનમાં પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચ્યું, લાહોરનો AQI 1000 ને પાર

લાહોરની સ્કૂલ-કોલેજો બંધ પ્રદુષણને કારણએ જનજીવન ઉપર વ્યાપક અસર નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં વધતા પ્રદુષણને લઈને અનેક સ્થળો બંધ કરાયા. લાહોર અને આસપાસના જિલ્લાઓમાં ઉદ્યાનો, પ્રાણીસંગ્રહાલયો, ઐતિહાસિક સ્થળો સહિતના જાહેર સ્થળો પર પ્રતિબંધ મૂકાયો. ઉલ્લેખનીય છે કે, લાહોરનો AQI 1000 ને પાર છે.  17 નવેમ્બર સુધી તમામ ખાનગી અને સરકારી શાળાઓ અને કોલેજો બંધ રાખ્યા બાદ, પાકિસ્તાનના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code