1. Home
  2. Tag "visited"

પ્રધાનમંત્રીએ એન્ટિગુઆ અને બારબુડાના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુયાનાના જ્યોર્જટાઉનમાં દ્વિતીય ઈન્ડિયા-કેરીકોમ સમિટ અંતર્ગત એન્ટિગુઆ અને બારબુડાના પ્રધાનમંત્રી મહામહિમ ગેસ્ટન બ્રાઉન સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ વેપાર અને રોકાણ અને SIDS માટે ક્ષમતા નિર્માણના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ અંગે ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રી બ્રાઉને ભારત-કેરીકોમ ભાગીદારીને મજબૂત કરવા માટે પ્રધાનમંત્રીની સાત મુદ્દાની યોજનાની પ્રશંસા કરી. તેમણે સંયુક્ત રાષ્ટ્ર […]

હરિયાણાના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ હરિણામાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયાં છે. જેમાં ભાજપાને સ્પષ્ટ બહુમતી મળતા હવે ભાજપાએ નવી સરકારના ગઠન માટે કવાયત શરૂ કરી છે. દરમિયાન આજે હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર એક પોસ્ટમાં લખ્યું હતું કે, “હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની જીને […]

રાષ્ટ્રપતિએ સિયાચીન બેઝ કેમ્પની મુલાકાત લીધી અને સૈનિકો સાથે વાર્તાલાપ કર્યો

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ​​સિયાચીન બેઝ કેમ્પની મુલાકાત લીધી હતી અને સિયાચીન યુદ્ધ સ્મારક ખાતે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, જે સૈનિકો અને અધિકારીઓના બલિદાનનું પ્રતીક છે, જેઓ ભારતીય સેનાએ 13 એપ્રિલ, 1984ના રોજ સિયાચીન ગ્લેશિયર પર ઓપરેશન મેઘદૂત શરૂ કર્યું ત્યારથી શહીદ થયા છે. તેણીએ ત્યાં તૈનાત સૈનિકોને પણ સંબોધિત […]

અમરનાથ યાત્રા : 18 દિવસમાં 3.38 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા

નવી દિલ્હીઃ અમરનાથ યાત્રા ચાલી રહી છે અને શ્રદ્ધાળુઓમાં યાત્રાને લઈને ઉત્સાહ અકબંધ છે. માહિતી અનુસાર, યાત્રાની શરૂઆતથી અત્યાર સુધીમાં 3.38 લાખથી વધુ શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શન કરી ચુક્યા છે. વાર્ષિક યાત્રાનું સંચાલન કરતા શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડ (SASB)ના અધિકારીઓએ જણાવ્યું હતું કે, 29 જૂનથી યાત્રા શરૂ થઈ ત્યારથી છેલ્લા 18 દિવસમાં 3.38 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર […]

DRPG અને NCGGના ઉચ્ચ સ્તરીય સત્તાવાર પ્રતિનિધિમંડળે શ્રીલંકાની લીધી મુલાકાત

નવી દિલ્હીઃ ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ એન્ડ પબ્લિક ગ્રીવન્સિસ અને નેશનલ સેન્ટર ફોર ગુડ ગવર્નન્સ ઓફ ઇન્ડિયા (NCGG) ના ઉચ્ચ સ્તરીય સત્તાવાર પ્રતિનિધિમંડળે દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવા માટે 7થી 9 જુલાઈ, 2024 દરમિયાન શ્રીલંકાની મુલાકાત લીધી હતી. બંને પક્ષોએ 2024થી 2029 સુધી ભારતમાં શ્રીલંકા વહીવટી સેવાના 1500 અધિકારીઓ માટે ક્ષમતા નિર્માણ કાર્યક્રમોનું આયોજન કરવા માટે […]

અમરનાથ યાત્રાઃ નવ દિવસમાં 1.82 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા

નવી દિલ્હીઃ કાશ્મીરમાં છેલ્લા નવ દિવસમાં 1.82 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ અમરનાથની પવિત્ર ગુફાના દર્શન કર્યા છે. સોમવારે 5,803 શ્રદ્ધાળુઓનો બીજો સમૂહ કાશ્મીર જવા રવાના થયો હતો. શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડ (SASB)ના અધિકારીઓએ જણાવ્યું હતું કે, “આજે 5,803 શ્રદ્ધાળુઓનો બીજો સમૂહ જમ્મુના ભગવતી નગર યાત્રી નિવાસથી બે સુરક્ષા કાફલામાં ખીણ તરફ રવાના થયો. 1862 શ્રદ્ધાળુઓને લઈને […]

ગુજરાતઃ ઉનાળુ વેકેશનમાં પ્રસિદ્ધ પ્રવાસન સ્થળોની 1.35 કરોડથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી

દેશ-વિદેશના સહેલાણીઓમાં ગુજરાતના પ્રવાસન ક્ષેત્રો પ્રત્યે અનેરું આકર્ષણ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વિશ્વસ્તરે લઇ જવા તેમજ પ્રવાસીઓના અનુભવને અભૂતપૂર્વ બનાવવા માટે વિવિધ માળખાકીય સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. પરિણામે, ઉત્તરોતર બહોળી સંખ્યામાં પ્રવાસીઓ રાજ્યના અનેરા સોંદર્ય અને વિવિધતાને માણવા માટે પહોંચી રહ્યાં છે. આ વર્ષે ઉનાળા વેકેશનના સમયગાળા દરમિયાન, 1 […]

બાંગ્લાદેશના PM શેખ હસીનાએ સોનિયા ગાંધી અને તેમના પરિવારની મુલાકાત લીધી

નવી દિલ્હીઃ ભારતની મુલાકાતે આવેલા પડોશી દેશ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસિના ગઈકાલે નરેન્દ્ર મોદીના શપથવિધી સમારોહમાં હાજરી આપ્યા બાદ આજે કોંગ્રેસના સિનિયર નેતા સોનિયા ગાંધીને મળ્યાં હતા. બંને નેતાઓ વચ્ચે લંબાણપૂર્વકની બેઠક ચાલી હતી. કોંગ્રેસ સંસદીય દળના વડા સોનિયા ગાંધી, પાર્ટીના સાંસદ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સોમવારે બપોરે નવી દિલ્હીમાં બાંગ્લાદેશના વડા […]

નેશનલ ડિફેન્સ કોલેજના અધિકારીઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત નવી દિલ્હી સ્થિત નેશનલ ડિફેન્સ કોલેજ NDCના અધિકારીઓ અને 16 સભ્યોની ટીમે ગાંધીનગરમાં લીધી હતી. નેશનલ ડિફેન્સ કોલેજ ભારતીય સશસ્ત્ર દળોના બ્રિગેડિયર રેન્કના અધિકારીઓ, સિવિલ સર્વિસીસના જોઈન્ટ સેક્રેટરી અને ડિરેક્ટર કક્ષાના અધિકારીઓ તથા 26 પાર્ટનર કન્‍ટ્રીઝના વિદેશી લશ્કરી અધિકારીઓ માટે રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યુહાત્મક અભ્યાસ પર અભ્યાસક્રમ ચલાવે છે. આ અભ્યાસક્રમ […]

ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે અને સરકારના મંત્રીઓએ અયોધ્યામાં રામલલાના દર્શન કર્યા

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે અયોધ્યાના ભવ્ય રામમંદિરમાં રામલલ્લાનાં શ્રદ્ધા પૂર્વક દર્શન-અર્ચન કર્યા હતા. રાજ્યના મંત્રીમંડળના મંત્રીઓ અને વિધાનસભા અધ્યક્ષ, મુખ્ય દંડક સહિત સૌએ અયોધ્યામાં ભવ્ય રામમંદિરમાં શનિવારે સવારે રામલલ્લાનાં ભક્તિભાવ પૂર્વક દર્શન-અર્ચન કરી શીશ ઝુકાવ્યું હતું. સીએમ ભૂપેન્‍દ્ર પટેલે આ ક્ષણને સૌભાગ્ય પૂર્ણ અને ભાવુક ગણાવતાં કહ્યું કે, પીએમ નરેન્‍દ્ર મોદીની પ્રેરણા, પુરૂષાર્થ અને પ્રતિબદ્ધતાથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code