1. Home
  2. Tag "VMC"

સિંચાઈ વિભાગે વડોદરા મ્યુનિ.કોર્પોરેશનને ફટકાર્યું રૂપિયા 4568 કરોડનું પાણીનું બાકી બિલ

VMC દ્વારા મહી સાગરમાંથી ખરીદાતુ પાણી, વર્ષોથી વ્યાજ અને પેનલ્ટી સહિત બિલની મસમોટી રકમ બાકી, હવે મ્યુનિના પદાધિકારીઓ CMને રજુઆત કરવા માટે જશે વડોદરાઃ શહેરના મ્યુનિ. કોર્પોરેશનને સિંચાઈ વિભાગે મહીસાગર નદીમાંથી લેવામાં આવતાં પાણીનું 4568 કરોડનું તોતિંગ બિલ ફટકારતા અધિકારીઓમાં દોડધામ મચી ગઈ છે.  સિંચાઈ વિભાગ અને વડોદરા મ્યુનિ. કોર્પોરેશન પાણીના તોતિંગ બિલને લઇ સામસામે આવી […]

વડોદરા મ્યુનિ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ મચાવ્યો હોબાળો

કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ મ્યુનિ. કમિશનરની કારને ઘેરી લીધી, મ્યુનિ.કમિશનરે ચાલતા ઘેર જવું પડ્યુ, મ્યુનિ. કચેરીના ગેઈટ બંધ કરીને પોલીસ બંદોબસ્ત ગોઠવાયો વડોદરાઃ મ્યુનિ.કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા કર્મચારીઓ ઘણા સમયથી કાયમી કરવાની માગ કરી રહ્યા છે. દરમિયાન ફરીવાર કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓએ મ્યુનિ.સામે મોરચો માંડ્યો છે. કોન્ટ્રાક્ટ હેઠળ મ્યુનિ.માં કામ કરતા કર્મચારીઓ બપોરના ટાણે એકઠા થયા હતા. […]

વડોદરા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ફાયર બ્રિગેડ માટે 21.23 લાખના ખર્ચે વોકીટોકી ખરીદાશે

વડોદરાઃ રાજકોટના અગ્નિકાંડ બાદ વડોદરા મ્યુનિ, કોર્પોરેશન વધુ સજાગ બન્યુ છે. અને મ્યુનિ.ના ફાયર વિભાગને જરૂરી વધુ સંસાધનો પુરા પાડવાનો નિર્ણય કરાયો છે. મ્યુનિ. દ્વારા ફાયર બ્રિગેડ વિભાગ માટે 30 વોકીટોકી સેટની ખરીદી કરાશે. એક વર્ષના એર ટાઇમ ચાર્જ તથા 30 સેટના એર ટાઇમ ચાર્જ રીન્યુઅલ સહિત કુલ 21.23 લાખ ખર્ચ કરાશે. આ માટે વીએમસીની […]

વડોદરામાં મ્યુનિ.એ દબાણ હટાવ ઝૂંબેશ દરમિયાન વર્ષો જુનું મંદિર તોડી પાડતાં સ્થાનિકોનો વિરોધ

વડોદરાઃ  શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રોડ-રસ્તાઓ પર દબાણો હટાવવાની ઝૂંબેશ ચાલી રહી છે. જેમાં વાઘોડિયા રોડ સ્થિત ચીમનલાલ પાર્ક પાસે 80 વર્ષ જૂનું ભાથુજી મહારાજનું મંદિર તોડી પડાતા સ્થાનિક લોકોએ ભારે વિરોધ કર્યો છે. દરમિયાન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકર્તા અને સ્થાનિક લોકો દ્વારા  મંદિરના અવશેષ સાથે  મ્યુનિ કોર્પોરેશન કચેરી સામે દેખાવો કરવામાં આવ્યા હતા. વડોદરા મ્યુનિ.કોર્પોરેશન […]

વડોદરા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ખરીદાયેલી 40 E-રિક્ષા ભંગારમાં અને હવે નવા E-વાહનો ખરીદાશે

વડોદરા: શહેરમાં ભાજપ શાસિત મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશો દ્વારા પ્રજાના ટેક્સના પૈસાનો અવિચારી વેડફાટ કરાયો હોવાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મ્યુનિ.ના સત્તાધિશોએ પર્યાવરણ અને ઇંધણ બચાવવાના નામે 5 વર્ષ પહેલાં મિશન સ્વરછતા હેઠળ 40 ઈ-રિક્ષાઓ ખરીદી હતી. જે હાલમાં ભંગારમાં ફેરવાતા સ્ક્રેપમાં ધકેલી દેવાઈ છે. હવે મ્યુનિ.ના નવેસરથી ઈ વ્હિકલ અને ઈ કાર ખરીદવાનો નિર્ણય લેતા વિવાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code