1. Home
  2. Tag "VOTERS"

અમદાવાદઃ મતદારો ઉપર પુષ્પ વર્ષા અને ઢોલ-નગારા સાથે અનોખી રીતે મતદાન કરાયું

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન આજે સવારથી ચાલી રહ્યું છે. અમદાવાદ શહેર અને જિલ્લાની 21 જેટલી બેઠકો ઉપર શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે. દરમિયાન મણિનગર અને ઘોડાસરમાં કેટલાક મતદારો ઢોલ-નગારા સાથે અને અન્ય મતદારો ઉપર ફુલ વર્ષા કરીને મતદાન કરવા માટે મતદાન મથક પહોંચ્યાં હતા. શહેરના મણિનગર અને ઘોડાસર વિસ્તારમાં લોકો ઢોલ-નગારા […]

ગુજરાત ચૂંટણી 2022: ગીર જંગલ વિસ્તારના મતદારો માટે સાત મતદાન મથકો ઉભા કરાયાં

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની 89 બેઠકો ઉપર પ્રથમ તબક્કા માટે તા. 1લી ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. જેને લઈને ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. દરમિયાન ગીરના જંગલ વિસ્તારમાં એક મતદાતા માટે ચૂંટણીપંચ દ્વારા ખાસ મતદાન કેન્દ્ર ઉભુ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગીર જંગલ વિસ્તારના આદિવાસી મતદારો માટે વધુ સાત મતદાન મથકો ઉભા […]

વિધાનસભા ચૂંટણીઃ પ્રજ્ઞાચક્ષુઓ મતદાન કરી શકે તે માટે બ્રેઈન લિપીમાં બેલેટ પેપર તૈયાર કરાયાં

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચાર-પ્રસાર વધારે તેજ બન્યો છે, બીજી તરફ વધારેમાં વધારે લોકો મતદાન કરી શકે તે માટે ચૂંટણીપંચ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. સિનિયર સિટીઝન અને દિવ્યાંગ મતદારો માટે મતદાનને લઈને ખાસ આયોજન કરવામાં આવ્યું છે. નેત્રહિન મતદાતાઓ પણ પોતાના પસંદગીના ઉમેદવારને પોતાનો વોટ આપી શકે તે માટે બ્રેઈલ લિપિમાં બેલેટ પેપર […]

ગુજરાત ઈલેક્શન : 80 વર્ષથી વધુ વયના મતદારો ઘરે બેઠા મતદાન કરી શકશે

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે.જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે. જયારે મતગણતરી 8 ડિસેમ્બરે થશે.ગુજરાતમાં બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન થશે. હિમાચલ પ્રદેશની સાથે ગુજરાતનું પણ પરિણામ 8મી ડિસેમ્બરે જાહેર થશે.ત્યારે હવે ચૂંટણીમાં ઘરેથી મતદાન કરવા આ વખતે વૃદ્ધો માટે ખાસ […]

ગુજરાતઃ 3.42 લાખ નવા મતદારો નોંધાયાં, સૌથી વધારે અમદાવાદમાં મતદારો નોંધાયાં

અમદાવાદઃ દેશની લોકશાહી વધુ સશક્ત બને અને મહત્તમ નાગરિકોને મતાધિકાર પ્રાપ્ત થાય તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા નવા મતદાર તરીકે નોંધણી કરાવવા લાયકાત માટે વર્ષમાં વિવિધ ચાર તારીખો જાહેર કરવામાં આવી છે. જે પૈકી આગામી તા.1લી ઓક્ટોબરના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર યુવાનો મતાધિકાર પ્રાપ્ત કરી શકે તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા ફોટાવાળી […]

લાઉડસ્પીકર મુદ્દે મતદારોની નારાજગીથી બચવા મોટાભાગના રાજનેતાઓના આંખ મીચમણા

ભારતમાં લોકશાહી છે અને દેશના તમામ નાગરિકો જે તે ધર્મ અને સંપ્રદાયને અનુસરવા મુક્ત છે, ધાર્મિક સ્થનો ઉપર ઉંચા અવાજે કેમ લાઉડસ્પીકરનો ઉપયોગ કરવામાં આવે છે તેવા સવાલો ચર્ચાય છે. વર્ષ 2005માં સુપ્રીમ કોર્ટે લાઉડસ્પીકરને લઈને એક આદેશ કર્યો હતો. આ આદેશનું પાલન કરવામાં આવતો હોવાના સરકારો દાવા કરે છે પરંતુ યોગ્ય રીતે કાયદાનો અમલ […]

તમિલનાડુઃ કોર્પોરેટરની ચૂંટણીમાં એક ઉમેદવારે સોનાના નામે મતદારોમાં તાંબાના સિક્કાનું કર્યું વિતરણ !

બેંગ્લોરઃ તમિલનાડુમાં મતદારોને આકર્ષવા માટે રોકડ તથા વિવિધ ગ્રીફ્ટ આપવાની પરંપરા હોવાનું ચર્ચાય છે. અનેક રાજકીય પક્ષોના ઉમેદવારો મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે લાલચ આપે છે. અંબુરમાં એક અપક્ષ ઉમેદવારે સોનાના સિક્કા મતદારોમાં વહેંચ્યાં હતા. જો કે, મતદારો સામે સોનાના સિક્કાની સચ્ચાઈ સામે આવતા ચોંકી ઉઠ્યાં હતા. તેમજ અપક્ષ ઉમેદવાર સામે નારાજગી વ્યક્ત કરી હતી. […]

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં નવા 6.51 લાખ મતદારો પ્રથમવાર મતદાન કરશે

રાજ્યમાં 4.85 કરોડ મતદારો ચૂંટણીપંચે જાહેર કરી મતદાર યાદી અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શકયતા છે. દરમિયાન ભારતના ચૂંટણી પંચે જાહેર કરેલી મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિમાં કુલ મતદારોની સંખ્યા 4.85 કરોડ થઇ છે. આ કુલ મતદારોમાં પ્રથમવાર મતાધિકાર મળ્યો હોય તેવા 18-19 વર્ષના મતદારોની સંખ્યા 6.51 લાખ છે. ગુજરાતમાં કુલ પુરુષ […]

હવે આધારકાર્ડથી સરકાર કરશે આ મહત્વનું કામ, જાણો વધુ વિગતો

સરકાર નવા મતદારો માટે મહત્વૂપર્ણ નિર્ણય લેશે હવે નવા મતદારોની નોંધણી માટે આધાર કાર્ડનો કરાશે ઉપયોગ આધાર કાર્ડ વેરિફિકેશનથી અન્ય સેવાઓ ઝડપી કરી શકાય છે નવી દિલ્હી: દેશમાં સરકાર હવે નવા મતદારો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવા જઇ રહી છે. દેશમાં ટૂંક સમયમાં નવા મતદારોની નોંધણી માટે આધાર કાર્ડના ડેટાનો ઉપયોગ કરવામાં આવશે. જેના માટે […]

પશ્ચિમ બંગાળના મતદારોમાં ઘુસણખોરોનો ઉમેરો થયાનો ભાજપનો આક્ષેપ

દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ પાગી રહ્યાં છે. બીજી તરફ ભાજપ અને તૃણમૃલ કોંગ્રેસ દ્વારા એકબીજા ઉપર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન બંગાળના મતદારોમાં 5 લાખ રોહિંગ્યાના નામ ઉમેરી દેવા હોવાનો આક્ષેપ ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે. ભાજપના બંગાળ અધ્યક્ષ દિલિપ ઘોષે જણાવ્યું હતુ કે, લોકો હવે ટીએમસીથી છુટકારો મેળવવા માંગે છે અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code