પાવાગઢની પર્વતમાળાની કોતરો પ્રકૃતિની સફાઈ કરતા 10થી વધારે પક્ષીરાજ ગીધનો વસવાટ
અમદાવાદઃ કુદરતના સફાઈ કામદાર તરીકે ઓળખાતા ગીધ પક્ષીઓની પાવાગઢના ડુંગરોમાં નાની વસાહત જોવા મળી છે. જોખમમાં આવી ગયેલી પક્ષી જગતની આ જાત એ પાવાગઢની પર્વતમાળાની કોતરોમાં બનાવેલા માળાઓમાં ઇંડાનું સેવન કરી કેટલાક બચ્ચાઓને જન્મ આપ્યો છે. પ્રાથમિક અંદાજ મુજબ અહિં 10 પુખ્ત વયનાં ગીધ વસ્યા છે. ઇન્ડિયન વલ્ચર પ્રકારના આ ગીધ છે. વિશ્વભરમાં ગીધની 23 […]