વઢવાણના બાંધણી ઉદ્યોગને લાગ્યું મંદીનું ગ્રહણ, કેમિકલ અને કાપડનો ભાવ વધારો કારણભૂત
વઢવાણઃ ઝાલાવાડનું ઐતિહાસિક ગણાતુ વઢવાણ શહેર ઔદ્યોગિક ક્ષેત્રે પછાત ગણાય છે. છતાં કેટલાક લોકોની કોઠાસુઝને લીધે વર્ષોથી અહીંનો બાંધણી ઉદ્યોગ જાણીતો બન્યો હતો. વઢવાણની બાંધણીની માગ માત્ર ગુજરાત જ નહીં પણ દેશના અન્ય રાજ્યોમાંથી પણ રહેતી હતી.એક સમયે બાંધણીનું મોટું બજાર કાળક્રમે ઘટીને 50 વેપારી સુધી સીમિત થયું છે.આયાત કરાતા કેમિકલ અને કાપડના ભાવ વધતાં […]