વઢવાણ માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે 24 દિવસમાં 1,62,500 મણ ચણા ખેડુતો પાસેથી ખરીદાયા
સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં આ વખતે ચણાના પાકનું વિપુલ ઉત્પાદન થયું છે. રાજ્ય સરકારે ટેકાના ભાવે ચણાની ખરીદીની જાહેરાત કર્યા બાદ વઢવાણ એપીએમસીમાં ટેકાના ભાવે ચણાની ખરીદી તા. 10 માર્ચથી શરૂ કરવામાં આવી હતી. ત્યારે તા. 3 એપ્રિલ એટલે કે છેલ્લા 24 દિવસોમાં 1 મણના 1067ના ટેકાના ભાવે 1,62,500 મણની આવક થઇ હોવાનું યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું. […]