રાજ્યમાં પાણીની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરાતા કૃષિ ઉત્પાદન અઢી ગણું વધ્યું: કુંવરજી બાવળીયા
અમદાવાદઃ રાજ્યના નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી તથા ખેડૂતોને સિંચાઇ માટે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે રાજ્ય સરકારે શ્રેષ્ઠ આયોજન કર્યુ છે. જેના પરિણામે વર્ષ ૨૦૪૭માં નાગરિકોની માથાદીઠ પાણીની ઉપલબ્ધતા 850 ક્યુબીક મીટર થી વધારીને ૧૭૦૦ ક્યુબીક મીટર કરવાનો રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. તેમ ગુજરાતના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું. […]