1. Home
  2. Tag "Water Level"

ભાદર ડેમની જળસપાટીમાં 1,25 ફુટનો વધારો, આજી-3 સહિત ડેમોમાં નવા નીરની પધરામણી

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં છૂટા-છવાયા વિસ્તારોમાં સમયાંતરે વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે જળાશયોમાં નવા નીર આવ્યા છે. ભાવનગરનો શેત્રુજી ડેમ, અમરેલીનો ખોડિયાર ડેમ તેમજ ગીર સોમનાથ અને જુનાગઢના જળાશયોમાં પણ પાણીની આવક થઈ છે. જ્યારે રાજકોટ નજીક આવેલા ભાદર ડેમની જળસપાટીમાં 1.25 ફુટનો વધારો થયો છે. સિંચાઈ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ […]

દક્ષિણ ગુજરાતમાં ઉકાઈ ડેમમાં નવા પાણીની સતત આવક, જળસપાટીમાં નોંધપાત્ર વધારો

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં નવા પાણીની આવક થઈ રહી છે. ઉપરવાસમાં થઈ રહેલા વરસાદને પગલે ડેમમાં નવા પાણીની આવક થઈ રહી છે. જેથી ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. દરમિયાન ઉકાઇ ડેમની જળ સપાટી 345 ફૂટ પર પહોંચી ગઇ છે. ઉપરવાસમાંથી 5927 ક્યુસેક પાણીની આવક થઇ છે. તો, રૂલ લેવલ જાળવવા […]

નર્મદા ડેમમાં નવા પાણીની સતત આવક, જળસપાટી 137.96 મીટર નોંધાઈ

અમદાવાદઃ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના ઉપરવાસમાં થઈ રહેલા વરસાદને પગલે ડેમમાં નવા પાણીની સતત આવક થઈ રહી છે. હાલ ડેમની જળસપાટી 137.96 મીટર સુધી પહોંચી છે અને 97.42 ટકા જેટલો પાણીનો સંગ્રહ થયો છે. ડેમમાં નવા પાણીની આવકને પગલે ફરી એકવાર સ્થાનિકોમાં જીવ તાળવે ચોંડ્યાં છે. નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થયો છે. ઉપરવાસમાં […]

વરસાદને લીધે ઉકાઈ ડેમમાં 15000 ક્યુસેક પાણીની આવક, જળ સપાટી 334.62 ફૂટે પહોંચી

સુરતઃ દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. જેમાં ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં 15 હજાર ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. ડેમની સપાટી 334.62  ફુટે પહોંચી છે. જોકે હાલ માત્ર 850 ક્યુસેક પાણીની જાવક જાળવી રાખવામાં આવી છે. સિંચાઈ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા બે દિવસથી ઉકાઈ ડેમના કેચમેન્ટમાં […]

ધરોઈ ડેમઃ નવા પાણીની આવકને પગલે જળસપાટી 618.53 ફુટ પહોંચી, 12888 ક્યુસેક પાણીની આવક

જળાશયમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાયું નદી કાંઠા વિસ્તારના વિસ્તારોને સાબદા કરાયાં અમદાવાદઃ ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમના ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદને પગલે ડેમમાં સતત નવા પાણીની આવક થઈ રહી છે. ડેમમાં લગભગ 12888 ક્યુસેક જેટલી પાણીની આવક થઈ રહી છે. નવા પાણીની આવકને પગલે જળસપાટી વધીને 618.53 ફુટ ઉપર પહોંચી છે. બીજી તરફ […]

ધરોઈ ડેમમાં પાણીની સપાટીમાં ત્રણ ફુટનો વધારો, 41388 ક્યુસેસની આવક

અમદાવાદઃ બીપરજોય વાવાઝોડાને લીધે  ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તેમજ વાવાઝોડું રાજસ્થાન તરફ જતા ત્યાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. આમ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ધરોઈ ડેમમાં પાણીની નવી આવક શરૂ થઈ છે.  છેલ્લા ત્રણ દિવસથી ધરોઈ ડેમની જળ સપાટીમાં સતત વધારો જોવા મળ્યો હતો. હાલ 41388 ક્યુસેકની આવક થતાં પાણીની સપાટીમાં ત્રણ ફૂટનો […]

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 126 મીટરે પહોંચી, દર કલાકે 12 સે,મી.નો થતો વધારો

રાજપીપળાઃ ગુજરાતની જીવીદોરી ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. ડેમની સપાટી 126 મીટરને વટાવી જતાં રિવરબેડ પાવર હાઉસ કાર્યરત કરાયા છે. જેના લીધે નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. સરોવર-નર્મદા ડેમ વિભાગના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેરના કહેવા મુજબ સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી સોમવારે 126.66 મીટરને વટાવી ગઈ હતી. દર […]

M P એ પાવર હાઉસનું ડિસ્ચાર્જ પાણી છોડતા ભર ઉનાળે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો

કેવડીયાઃ ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીનો વપરાશ પણ વધ્યો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોને પીવા માટે નર્મદાનું પાણી આપવામાં આવી રહ્યું છે. ઉપરાંત નાના-માટાં શહેરોમાં નર્મદાના પાણીથી ડેમો ભરવાની પણ માગ ઊઠી છે. ત્યારે રાહતના સમાચાર એ છે કે, ભર ઉનાળે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. મધ્ય પ્રદેશમાં નર્મદા નદી પરના ડેમોમાં પાવર […]

સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 119.2 મીટર થઈ, રોજ 5 સેમીનો થતો વધારો

ગાંધીનગરઃ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં આજે પણ વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં નર્મદા ડેમની જળસપાટીમાં 63 સેમીનો વધારો નોંધાયો છે. ડેમમાં ઉપરવાસમાંથી 32,654 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. સાથે જ ઉપરવાસમાં સારો વરસાદ વરસતા નર્મદા ડેમમાં નવા નીર આવ્યા છે. હાલ નર્મદા ડેમની જળસપાટી 119.02 મીટર થઈ ગઇ છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code