1. Home
  2. Tag "WATER PROBLEM"

ભાવનગરના સિહોરમાં પાણીની સમસ્યા, કેટલાક વિસ્તારોમાં 10 દિવસે કરાતું પાણીનું વિતરણ

ભાવનગરઃ જિલ્લાના ઘણાબધા ગામડાં અને નાના શહેરોમાં પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે. જેમાં તાલુકા મથક એવા સિહોર શહેરમાં તો 10 દિવસે પાણીનું વિતરણ કરવામાં આવે છે, લોકો પીવાના પાણીની હાડમારીનો સામનો કરી રહ્યા છે.  શહેરનું ગૌતમેશ્વર તળાવ ખાલી છે. જ્યારે શહેરી વિસ્તારના મોટાભાગના બોરમાં પાણી ડૂકી ગયા છે. ઉનાળો પોતાના અસલ મિજાજમાં આવી ગયો […]

અમદાવાદના ખાડિયા વિસ્તારમાં મ્યુનિ.ના ઈજનેરી વિભાગના વાંકે પાણીની સમસ્યા સર્જાઈ

અમદાવાદઃ શહેરના તમામ વિસ્તારોમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પીવાનું પાણી પાઈવલાઈન દ્વારા પુરૂ પાડવામાં આવે છે, સામાન્ય રીતે ઉનાળામાં પાણીની વપરાશ વધતી હોય છે. ત્યારે શહેરના ખાડિયા વિસ્તારમાં મ્યુનિ.ના ઈજનેર વિભાગની લાપરવાહીને કારણે લોકોને પાણીની સમસ્યાનો સામનો કરવા પડી રહ્યો છે. એએમસીના ઇજનેર વિભાગ અને કોન્ટ્રાકટરોની લાલિયાવાડીના કારણે ખાડિયા વિસ્તારના લોકોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે. […]

રાજકોટમાં નર્મદાના પાણીથી ડેમ તો ભરી દેવાયા છતાં પાણીની સમસ્યા, વોર્ડ નં.11ના લોકોએ કર્યો વિરોધ

રાજકોટઃ શહેરના કેટલાક વિસ્તારોમાં ઉનાળાના પ્રારંભથી જ પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે. જો કે, આજી-1 અને 2 તેમજ ન્યારી જળાશયોમાં પાણીનો પુરતો જથ્થો છે. પરંતુ પાણી વિતરણ વ્યવસ્થામાં ખામીને કારણે ઘણાબધા વિસ્તારોમાં પુરા ફોર્સથી પાણી મળતું નથી. જ્યારે ઘણા વિસ્તારોમાં તો ટેન્કરથી પાણી મળી રહ્યું છે. જેમાં વોર્ડ-11 અને આજુબાજુની સોસાયટીના લોકોએ પીવાના પાણીના […]

કચ્છના નાના રણમાં તંત્રના પાપે 2000 જેટલા અગરિયા પરિવારો પાણીની સમસ્યા વેઠી રહ્યા છે

સુરેન્દ્રનગરઃ કચ્છના નાના રણ તરીકે ઓળખાતા ખારાઘોડા, પાટડી સહિતના રણ વિસ્તારોમાં અનેક અગરિયા પરિવારો કાળી મજુરી કરીને ગુજરાન ચલાવે છે. કાળઝાળ ગરમીમાં પણ અગરિયાઓ રણમાં ઝૂંપડા બાંધીને વસવાટ કરતા હોય છે. આવા અગરિયા પરિવારો માટે સરકાર દ્વારા ટેન્કરોથી પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. પાણી પુરવઠા બોર્ડ દ્વારા ટેન્કરથી પાણી પહોચાડવા માટે કોન્ટ્રાક્ટ અપાયો છે. […]

લીંબડીના પાણશીણા ગામે તંત્રના વાંકે પાણીની સમસ્યા, પાઈપલાઈન લિકેજનું સમારકામ કરાતું નથી

સુરેન્દ્રનગરઃ  જિલ્લાના લીંબડી તાલુકાના પાણશીણા ગામમાં  છેલ્લા એક મહિનાથી પીવાના પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે. ગામમાં 15 દિવસે પાણી વિતરણ થઈ રહ્યું છે. 15 દિવસે વિતરણ થતાં ગ્રામજનોને પાણી માટે રીતસરના વલખાં મારવાનો વારો આવ્યો છે. સાત હજારથી વધુ વસ્તીના ગામમાં લોકો નાછૂટકે વેચાતું પાણી લેવા મજબૂર બન્યા છે.  ટોકરાળા ગામ પાસે પાણીની લાઈન […]

રાજકોટના ધોરાજીમાં ઉનાળાના આગમન ટાણે તંત્રની નિષ્કાળજીને લીધે પાણીની સમસ્યા

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ઉનાળો શરૂ થાય એટલે પાણીની રામાયણ સર્જાતી હોય છે. છેલ્લા કેટલાક વર્ષોથી ગામેગામ નર્મદાનું પાણી અપાતું હોવાથી ઘણી રાહત થઈ છે, પરંતુ તંત્રના વાંકે પાણીની સમસ્યા ઊભી થતી હોય છે. ધોરાજી શહેરમાં ઉનાળોના પ્રારંભે જ પાણીની સમસ્યા ઊભી થઈ છે. ધોરાજી શહેરની બાજુમાં ફોફળ અને ભાદર ડેમ આવેલા છે જેમાં પાણીનો જથ્થો પણ […]

ચોટિલા તાલુકાના 43 ગામોમાં પાણીની સમસ્યા, ગ્રામજનોઓ પાણીની મટકી સાથે કરી રજુઆત

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં ચોમાસા દરમિયાન સારો વરસાદ પડ્યો હતો પણ અન્ય તાલુકાની સરખામણીએ ચોટિલા તાલુકામાં ઓછો વરસાદ પડ્યો હતો. ચોટિલા તાલુકાના 43 ગામોમાં ભર શિયાળે પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે. ત્યારે 43થી વધુ ગામોના અગ્રણીઓ  દ્વારા મટકી સાથે મામલતદારને  આવેદન પત્ર આપી અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. સરકાર નલ સે જલ યોજનાનો દાવો કરે છે […]

દહેગામની મધુવન સોસાયટીમાં પાણીનો કકળાટ, મહિલાઓએ પાલિકાની કચેરીએ જઈને માટલાં ફોડ્યાં

ગાંધીનગરઃ દહેગામ શહેરની મધુવન સહિત આવપાસની સોસાયટીઓમાં પાણી, સફાઈ અને લાઈટના પ્રશ્નોનું પાલિકાના સત્તધિશોને રજુઆત કરવા છતાં  નિરાકરણ નહીં આવતા સોસાયટીની મહિલાઓએ નગરપાલિકા કચેરી જઈને ભાજપ વિરુદ્ધ સૂત્રોચાર કરી માટલાં ફોડ્યાં હતાં. મધુવન સોસાયટી  સહિતની સોસાયટીઓમાં  છેલ્લા ઘણા સમયથી પાણી, સફાઈ અને લાઈટના પ્રશ્ન છે. પણ સત્તાધિશો દ્વારા કોઈ ઉકેલ ન લવાતા મહિલાઓ વિફરી હતી. […]

બનાસકાંઠામાં પાણીની વિકટ સમસ્યા, દરરોજ ટેન્કરના 100થી વધારે ફેરા મારફતે પાણી પુરુ પડવાના પ્રયાસ

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થયો છે, બીજી તરફ ઉત્તર ગુજરાતમાં હાલ વરસાદ ખેંચાયો હોય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. બીજી તરફ બનાસકાંઠાના અનેક ગામોમાં પાણી અને ઘાસચારાની સમસ્યા ઉભી થઈ છે. જેથી રાજ્યમાં ટેન્કર રાજ ખતમ થયાના વાદાઓ વચ્ચે બનાસકાંઠામાં ટેન્કર મારફતે પાણી પુરુ પાડવામાં આવી રહ્યાંનું જાણવા મળે છે. લગભગ 35 જેટલા […]

વલસાડના અંતરિયાળ 174 ગામના 4.50 લાખ લોકોની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 જૂનના રોજ એક વાર ફરી ગુજરાતની મુલાકાત લેશે અને પોતાની આ મુલાકાત દરમિયાન તેઓ અનેક મોટા પ્રોજેક્ટ્સને ગુજરાતની જનતાને સમર્પિત કરશે, જેમાંનો એક એસ્ટોલ પ્રોજેક્ટ પણ છે, જેનું તેઓ ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ વલસાડ જિલ્લાના પહાડી વિસ્તારોના અંતરિયાળ આદિવાસી વિસ્તારોના 174 ગામડાઓ અને 1028 ફળિયાઓમાં રહેનારા 4.50 લાખ લોકોના જીવનમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code