રાજકોટ શહેરના નાગરિકો પર પ્રોપર્ટી ટેક્સ અને પાણીવેરા સહિત 101 કરોડના નવા કરવેરા લદાશે
રાજકોટઃ મ્યુનિ. કોર્પોરેશનનું વર્ષ 2023-24નું 2586.82 કરોડનું અંદાજપત્ર આજે કમિશ્નર અમિત અરોરાએ સ્ટે. કમીટીમાં રજૂ કર્યુ હતુ. નાણાંકીય સંકટ ભોગવતી મ્યુનિ.ની તિજોરીને ઓકસીજન આપવા કમિશ્નરે પાણી, ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન, મિલ્કત વેરા સહિતના વેરાઓમાં કુલ 101 કરોડનો વધારો સૂચવ્યો છે. પાણી વેરામાં ત્રણ ગણો વધારો કરવા કમિશ્નરે ડ્રાફટ બજેટમાં ભલામણ કરતા હવે સ્થાયી સમિતિમાં […]