અમદાવાદના પૂર્વ અને કોટ વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો, ઝાડા-ઊલટીના કેસમાં વધારો
અમદાવાદઃ શહેરમાં તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચી જતાં શહેરીજનો અસહ્ય ગરમીથી ત્રાહીમામ પોકારી ગયા છે. વધતી ગરમીની સાથે શહેરના પૂર્વ વિસ્તારોમાં તેમજ કોટ વિસ્તારમાં પાણીજન્ય રોગચાળાના કેસો નોંધાઈ રહ્યા છે. ગરમીમાં લૂ લાગવાના, ચક્કર આવવાના તેમજ ઝાડા-ઊલટીના કેસોમાં વધારો થયો છે. એપ્રિલ મહિના દરમિયાન ઝાડા ઉલ્ટીના કેસોમાં વધ્યા હતા. શહેરના વિવિધ વિસ્તારમાંથી પાણીના સેમ્પલો લેવામાં […]