અમદાવાદમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકર્યો, ઝાડા-ઊલટી, મેલેરિયાના કેસમાં વધારો
અમદાવાદઃ શહેરમાં વરસાદી વાતાવરણને લીધે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોમાં વધારો થયો છે. એક જ અઠવાડિયામાં પાણીજન્ય રોગો એવા ઝાડા ઊલટીના કેસોમાં વધારો જોવા મળ્યો છે. જુલાઈ મહિનામાં 916 જેટલા ઝાડા ઊલટીના કેસો નોંધાયા છે. સૌથી વધુ પૂર્વ વિસ્તારમાં વટવા, લાંભા, સરસપુર, રખિયાલ, ગોમતીપુર અને કોટ વિસ્તારમાં કેસો નોંધાયા છે. વિવિધ વિસ્તારોમાં દૂષિત પાણીને લીધે રોગચાળો […]