અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો, ઝાડા ઊલટી, કમળો અને ટાઈફોડના કેસમાં વધારો
અમદાવાદઃ શહેરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. સાથે જ એપ્રિલના પ્રથમ 10 દિવસમાં પાણીજન્ય રોગચાળાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 9 દિવસમાં જ 176 કેસ નોંધાયા છે. જેમાં ઝાડા ઊલટીના કેસોની સંખ્યા નોંધપાત્ર જોવા મળી છે. શહેરમાં 9 દિવસમાં ઝાડા ઊલટીના 85, કમળાના 25 અને ટાઈફોઈડના 66 કેસ નોંધાયા છે. […]