1. Home
  2. Tag "west bengal"

પશ્ચિમ બંગાળમાં લેફ્ટ અને કોંગ્રેસનું ગઠબંધન, મમતા બેનર્જી અને ભાજપને આપશે ટક્કર

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં આગામી મહિનાઓમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં ભાજપ અને મમતા બેનર્જીના તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જામની શક્યતા છે. બીજી તરફ ભાજપ અને મમતા બેનર્જીને સત્તાથી દૂર રાખવા માટે કોંગ્રેસ અને લેફ્ટ પાર્ટીઓએ સાથે મળીને ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે. લેફ્ટ અને કોંગ્રેસ છેલ્લા કેટલાક વર્ષોથી બંગાળમાં સત્તાથી દૂર […]

ભાજપનું મિશન બંગાળ, અમિત શાહ ફેબ્રુઆરીથી પશ્ચિમ બંગાળમાં નાખશે ધામા

દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ભાજપ દ્વારા વિધાનસભાની 294 બેઠકો પૈકી 200 બેઠકો ઉપર જીત મેળવવાના લક્ષ્યાંક સાથે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. તેમજ તૃણમૂલ કોંગ્રેસના કાંકરા ખેરવવા માટે રણનીતિ તૈયાર કરી છે. આગામી ફેબ્રુઆરીથી અમિત શાહ જ્યાં સુધી વિધાનસભાની ચૂંટણી નહીં યોજાય ત્યાં સુધી દર મહિને સાત દિવસોને પશ્ચિમ બંગાળનો […]

મમતા બેનર્જીના ગઢમાં કાંકરા ખેરવવા માટે ભાજપે તૈયાર કરી ‘સ્પેશિયલ-7’ ટીમ

દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામવાની શકયતા છે. પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં જીત માટે ભાજપે રણનીતિ તૈયાર કરવાની કામગીરી શરૂ કરી છે. સાત કેન્દ્રીય નેતાઓને પશ્ચિમ બંગાળ ચૂંટણીની જવાબદારી સોંપી હોવાનું જાણવા મળે છે. આ નેતાઓ પશ્ચિમ બંગાળમાં ભાજપની સ્થિતિને વધારે મજબુત કરવાની કામગીરી […]

લઘુમતી કોમના મતદારોને લઈને મમતા- ઓવૈસી આમને સામને

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં ભાજપ અને મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામશે. ભાજપ દ્વારા અત્યારથી જ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન બિહાર વિધાનસભાની ચૂંટમીમાં પાંચ બેઠકો જીતનારી એવૈસીની પાર્ટી પણ પશ્ચિમ બંગાળમાં પોતાના ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતારશે. ત્યારે અત્યારથી જ લઘુમતી કોમના મત […]

RSS પ્રમુખ મોહન ભાગવત પશ્વિમ બંગાળની બે દિવસીય મુલાકાતે

RSS પ્રમુખ મોહન ભાગવત પશ્વિમ બંગાળના પ્રવાસે આવતી કાલે રાજ્યના યુવાઓને મળશે આવનારા દિવસોમાં અમિત શાહ પણ આ રાજ્યની મુલાકાત લેશે દિલ્હીઃ-પશ્ચિમ બંગાળની ચૂંટણી પહેલા ભાજપ રાજ્યમાં પોતાની પકડ મજબૂત કરવા ઈચ્છે છે. તો બીજી તરફ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત પણ આજથી પશ્ચિમ બંગાળના બે દિવસના પ્રવાસે છે.આ મુલાકાત દરમિયાન તેઓ, રાજ્યના એવા […]

પશ્ચિમ બંગાળમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સતત બગડતી રહી છેઃ રાજ્યપાલ

દિલ્હીઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના કાફલા ઉપર પશ્ચિમ બંગાળમાં થયેલા હુમલા મુદ્દે રાજકારણ ગરમાયું છે. દરમિયાન પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડજીએ રાજ્યની સ્થિતિ અંગે ચિંતાવ્યક્ત કરી હતી. તેમજ બંગાળમાં દિવસેને દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડતી જઈ રહી હોવાનું જણાવ્યું હતું. તેમજ આગ સાથે નહીં રમવાની રાજ્યપાલે મુખ્યમંત્રી મમતા બેનર્જીને સવાહ આપી હતી. પશ્ચિમ બંગાળના […]

જેપી નડ્ડાના કાફલા પર હુમલાથી ભાજપ ચિંતિત, અમિત શાહ કરશે પશ્ચિમ બંગાળનો પ્રવાસ

દિલ્હીઃ પંશ્ચિમ બંગાળમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં ભાજપ અને મનતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામશે. દરમિયાન તાજેતરમાં જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા બંગાળના પ્રવાસે ગયા હતા. જ્યારે તેમના કાફલા ઉપર હુમલો થતા ભાજપ ચિંતામાં મુકાયું છે. તેમજ આ હુમલો તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોએ કર્યો હોવાના આક્ષેપ કર્યાં હતા. બીજી તરફ […]

પશ્ચિમ બંગાળમાં ધો-6થી 9ના વિદ્યાર્થીઓને અપાશે માસ પ્રમોશન

દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસનાના કારણે મોટાભાગના રાજ્યોમાં શાળા-કોલેજમાં શિક્ષણ આપવામાં આવતું નથી. વિદ્યાર્થીઓનું અભ્યાસ ન બગડે તે માટે ઓનલાઈન એજ્યુકેશન આવપામાં આવી રહ્યું છે. દરમિયાન પશ્ચિમ બંગાળ માધ્યમિક શિક્ષણ બોર્ડએ કોરોના મહામારીને કારણે કોઈ પણ વાર્ષિક પરીક્ષા વિના તેમની સંલગ્ન શાળાઓમાં ધો- 6 થી 9 ના વિદ્યાર્થીઓને પાસ કરી આપવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે […]

પશ્વિમ બંગાળમાં ફરીથી લોકલ ટ્રેન સેવા શરુ થશે – એસઓપી તૈયાર કરવા માટે યોજાઈ હતી બેઠક

પશ્વિમ બંગાળમાં ફરીથી લોકલ ટ્રેન સેવા શરુ થશે વિતેલા દિવસે એસઓપી તૈયાર કરવા માટે યોજાઈ 11 નવેમ્બરથી લોકલ ટ્રેન પાટા પર દોડશે કોરોના મહામારીના કારણે ટ્રેન સેવાઓ પર  માર્ચ મહિનાથી જ પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો ત્યારે હવે અનેક સેવાઓને કેન્દ્ર દ્રારા ફરીથી શરુ કરવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે,જે હેઠળ ઈન્ડિયન રેલ્વે દ્વારા પશ્વિમ […]

પશ્ચિમ બંગાળમાં પકડાયેલા આતંકવાદીએ ઘરમાં જ બનાવી હતી સુરંગ

દિલ્હીઃ ભારતમાં આતંકવાદી પ્રવૃતિઓને અટકાવવા માટે સરકાર દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન તાજેતરમાં જ NIAએ પશ્ચિમ બંગાળ અને કેરલમાંથી આતંકવાદી સંગઠન અલકાયદા સાથે જોડાયેલા 9 ત્રાસવાદીઓને ઝડપી લીધા હતા. એનઆઈએની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પશ્ચિમ બંગાળના એક આતંકવાદીએ પોતાના ઘરમાં એક સુરંગ બનાવી હતી. જેમાં હથિયારો અને વિસ્ફોટક બનાવવાની સામગ્રી છુપવતો હોવાનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code