1. Home
  2. Tag "west bengal"

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી પડી જતા ફરી એકવાર ઈજાગ્રસ્ત થયાં

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી શનિવારે ચૂંટણી પ્રચાર દરમિયાન ઘાયલ થયા હતા. મમતા લોકસભા ચૂંટણીના પ્રચાર માટે પશ્ચિમ બંગાળના દુર્ગાપુર પહોંચ્યા હતા.  જ્યાં હેલિકોપ્ટરમાં સવાર થઈ રહ્યાં હતા ત્યારે આ દૂર્ઘટના બની હતી. તૃણમૂલ કોંગ્રેસ (TMC) સુપ્રીમો મમતા લપસીને હેલિકોપ્ટરની અંદર પડી ગયા હતા. આ અકસ્માતમાં મમતાને સામાન્ય ઈજા થઈ હોવાનું જાણવા મળે […]

સંદેશખાલીમાં CBIની કાર્યવાહી સામે TMCએ ચૂંટણીપંચમાં ફરિયાદ કરી

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં સીબીઆઈએ અલગ-અલગ વિસ્તારમાં દરોડા પાડ્યાં હતા. જેને લઈને ટીએમસી (તૃણમૃલ કોંગ્રેસ)એ પશ્ચિમ બંગાળમાં મુખ્ય ચૂંટણી અધિકારીને ચિઠ્ઠી લખીને ચૂંટણીના દિન દરોડા પાડવા મુદ્દે સીબીઆઈ સામે ફરિયાદ કરી છે. ટીએમસીએ આરોપ લગાવ્યો છે કે, લોકસભા ચૂંટણી દરમિયાન પાર્ટીની છબી ખરાબ કરવા માટે સંદેશખાલીમાં દરોડા પાડ્યાં હતા. દરોડા દરમિયાન સીબીઆઈએ એક પોલીસ […]

ઘુસણખોરીને પ્રોત્સાહન આપી રહ્યાં છે મમતા બેનર્જીઃ અમિત શાહ

કોલકત્તાઃ લોકસભા ચૂંટણીના બીજા તબક્કાનો ભાજપા દ્વારા પ્રચાર-પ્રચાર જોરશોરથી કરવામાં આવી રહ્યો છે. દરમિયાન આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળના માલદા દક્ષિણમાં રોડ શો યોજ્યો હતો. રોડ-શો દરમિયાન અમિત શાહે મમતા બેનર્જી ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ લોકસભાની ચૂંટણીમાં બંગાળમાં ભાજપા 30થી 35 બેઠકો ઉપર જીતશે. તેમણે કહ્યું કે, મમતા બેનર્જી સીએએનો વિરોધ […]

ટૂંક સમયમાં જ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના લોકો પોતે જ ભારત આવવાની માંગ કરશેઃ રાજનાથ સિંહ

ચૂંટણીના બીજા તબક્કા હેઠળ પશ્ચિમ બંગાળની 3 લોકસભા બેઠકો પર 26 એપ્રિલે મતદાન થવાનું છે. જેમાં દાર્જિલિંગ, રાયગંજ અને બાલુરઘાટનો સમાવેશ થાય છે. આ ત્રણેય બેઠકો પર હાલમાં ભાજપનો કબજો છે. ચૂંટણી પ્રચાર અંતર્ગત કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ દાર્જિલિંગ પહોંચ્યા હતા. PoK ભારતનું હતું, છે અને હંમેશા રહેશેઃ રાજનાથ સિંહ પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં ચૂંટણી […]

પ્રથમ તબક્કામાં 102 બેઠકો ઉપર મતદાન પૂર્ણ, અંદાજે 65 ટકાથી વધારે મતદાન

નવી દિલ્હીઃ લોકસભાની 102 બેઠકો ઉપર પ્રથમ તબક્કાનું આજે એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું. પશ્ચિમ બંગાળ અને મણિપુર સહિતના કેટલાક રાજ્યોમાં હિંસામાં છુટાછવાયા બનાવો નોંધાયાં હતા. પ્રથમ તબક્કામાં 102 બેઠકો ઉપર એકંદરે સરેરાશ 65 ટકા જેટલુ મતદાન થયાનું જાણવા મળે છે. ત્રિપુરામાં સૌથી વધારે 76 ટકાથી વધારે મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં 21 રાજ્યોની […]

બંગાળના મુર્શિદાબાદમાં રામનવમીની શોભાયાત્રા ઉપર પથ્થરમારાની ઘટનાથી રાજકારણ ગરમાયું

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન અથડામણની ઘટનાઓને લઈને રાજકારણ ગરમાયું છે. ભાજપ આ ઘટનાઓને લઈને વર્તમાન ટીએમસી સરકારને સતત ઘેરી રહી છે. તેણે આરોપ લગાવ્યો છે કે, પોલીસે અસામાજીકતત્વોને સમર્થન આપ્યું છે. દરમિયાન  વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ રાજ્યપાલને પત્ર લખીને NIA તપાસની માંગ કરી છે. શોત્રાયાત્રા દરમિયાન તોફાની તત્વોએ પરથી […]

મમતા બેનર્જીને જીત અપાવનારા પ્રશાંત કિશોરની ભવિષ્યવાણી, બંગાળમાં પણ ભાજપ બનશે નંબર-1

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી શરૂ થતા પહેલા ચૂંટણી વ્યૂહરચનાકાર અને જન સુરાજના નેતા પ્રશાંત કિશોરે પશ્ચિમ બંગાળને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે. તેમનું કહેવું છે કે આ વખતે લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં પણ ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી શકે છે. પીકેએ પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે ભાજપે દક્ષિણ અને પૂર્વમાં ઘણી મહેનત કરી […]

સંદેશખાલીમાં જે થયું તના માટે 100% ટીએમસી જવાબદાર, કોલક્ત્તા હાઈકોર્ટે મમતા બેનર્જીની સરકારને આપ્યો ઠપકો

કોલક્ત્તા: સંદેશખાલી મામલા પર કોલકત્તા હાઈકોર્ટે બંગાળ સરકારને ઠપકો આપ્યો છે. મામલાને બેહદ શર્મનાક ગણાવતા હાઈકોર્ટે કહ્યું છે કે જો રાજ્યમાં નાગરિકોની સુરક્ષા ખતરામાં છે, જે તેમની જવાબદારી રાજ્ય સરકારની છે. હાઈકોર્ટે કહ્યું છે કે સંદેશખાલીમાં જે થયું જો તેમાં એક ટકા પણ સચ્ચાઈ છે, તો આ બેહદ શર્મનાક છે, કારણ કે બંગાળના સાંખ્યિકી રિપોર્ટમાં […]

ભૂખી મરી જઈશ, પણ &*$$## મોદીના ફોટોવાળું રાશન નહીં ખાઉં: મમતા બેનર્જીની જીભ લપસી

કૂચબિહાર: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને વિચિત્ર નિવેદન આપ્યું છે. એક ચૂંટણી સભામાં મમતા બેનર્જીએ કહ્યું છે કે કેન્દ્ર સરકાર તરફથી મળનારા રાશનના પેકેટ પર પીએમ નરેન્દ્ર મોદીની તસવીર લાગેલી છે. તેમણે કહ્યું છે કે હું ભૂખી રહીને મરવાનું પસંદ કરીશ, પરંતુ &*$$## મોદીની તસવીરવાળા રાશનને નહીં ખાઉં. ટીએમસી પ્રમુખ મમતા […]

લોકસભા ચૂંટણીઃ સેન્ટ્રલ ફોર્સની 27 કંપનીઓ પશ્ચિમ બંગાળમાં તૈનાત રહેશે

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના મતદાન પહેલા ફરી એકવાર પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય દળોની મોટી તૈનાતી શરૂ થવા જઈ રહી છે. ચૂંટણી પંચે માહિતી આપી છે કે કેન્દ્રીય દળની વધુ 27 કંપનીઓ 1 એપ્રિલે પશ્ચિમ બંગાળ આવી રહી છે. પ્રથમ તબક્કામાં કેન્દ્રીય દળોની 25 કંપનીઓ તૈનાત કરવામાં આવશે. ક્યા જિલ્લામાં કેટલું બળ તૈનાત કરવામાં આવશે તેની પ્રાથમિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code