1. Home
  2. Tag "west bengal"

પશ્ચિમ બંગાળમાં EDએ જપ્ત કરેલી કરોડની સંપતિ ગરીબોમાં વહેંચાશેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યું હતું કે તેઓ પશ્ચિમ બંગાળમાં ગરીબો પાસેથી ‘લૂંટાયેલા’ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા જપ્ત કરાયેલા નાણાં લોકોને પરત કરવા માટે કામ કરી રહ્યા છે. પીએમ મોદીએ કૃષ્ણનગર લોકસભા મતવિસ્તારમાં તૃણમૂલ કોંગ્રેસના મહુઆ મોઇત્રા સામે પક્ષના ઉમેદવાર અને અગાઉના રાજવી પરિવારના સભ્ય અમૃતા રોય સાથે ટેલિફોનિક વાતચીતમાં આ […]

ઓડિશા, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં ભારે વરસાદની આગાહી

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે ઓડિશા, છત્તીસગઢ, ગંગા પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ગુરુવાર સુધી પૂર્વ, મધ્ય અને નજીકના દ્વીપકલ્પના ભારતના ભાગોમાં વાવાઝોડાં, વીજળી અને કરા સાથે વરસાદની અપેક્ષા છે. IMDએ જણાવ્યું હતું કે, આજે આ પ્રદેશોમાં ભારે વરસાદ, અતિવૃષ્ટિ અને 50 […]

મમતા બેનર્જી કરશે કૉંગ્રેસના ચૌધરીને અધીર, બહરામપુરથી ક્રિકેટર યૂસુફ પઠાણ ટીએમસીના ઉમેદવાર

કોલકત્તા: ભૂતપૂર્વ ક્રિકેટર યૂસુફ પઠાણ પણ આ વખતે લોકસભાની ચૂંટણી લડશે. પરંતુ તેઓ ગુજરાતથી નહીં, પણ પશ્ચિમ બંગાળથી ચૂંટણી લડવાના છે. યૂસુફ પઠાણને પશ્ચિમ બંગાળની સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસે પોતાના ઉમેદવાર બનાવ્યા છે. એક રેલી દરમિયાન મમતા બેનર્જીએ તેમના નામની ટીએમસીના ઉમેદવાર તરીકે ઘોષણા કરી છે. ટીએમસીએ યૂસુફ પઠાણને બહરામપુર બેઠક પરથી ઉતારીને કોંગ્રેસ અને ખાસ […]

TMCએ તમામ 42 બેઠકો પર ઉતાર્યા ઉમેદવાર, મમતા બેનર્જીએ ક્હ્યું- બંગાળ દેખાડશે માર્ગ

કોલકત્તા: પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ટીએમસીએ તમામ 42 બેઠકો પર ઉમેદવારોના નામ ઘોષિત કર્યા છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અને ટીએમસીના મહાસચિવ અભિષેક બેનર્જીએ ઉમેદવારોના નામની ઘોષણા કરી હતી. તેની સાથે લિસ્ટની ઘોષણાની સાથે એ વાત સ્પષ્ટ થઈ ચુકી છે કે અહીં મમતા બેનર્જીએ વિપક્ષી ગઠબંધન ઈન્ડી માટે કોઈ અવકાશ […]

શાહજહાં શેખની કસ્ટડી પર પ.બંગાળ-કેન્દ્ર સામસામે, મમતા સરકારને સુપ્રીમ કોર્ટમાંથી આંચકો

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના સંદેશખાલી અને શેખ શાહજહાં મામલામાં સીબીઆઈ તપાસ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચેલી મમતા બેનર્જીની સરકારને આંચકો લાગ્યો છે. મમતા સરકારે તાત્કાલિક સુનાવણીની અપીલ કરી હતી અને સુપ્રીમ કોર્ટે અપીલને ફગાવી દીધી છે. પશ્ચિમ બંગાળ સરકારે પોતાની અરજીમાં સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે રાજ્ય સુપ્રીમ કોર્ટના આદેશ પર વચગાળાની રોક ચાહે છે. સુપ્રીમ […]

પશ્ચિમ બંગાળઃ હાઈકોર્ટના ન્યાયધીશ અભિજીત ગંગોપાધ્યાયએ રાજીનામું આપ્યું, ભાજપામાં જોડાશે

નવી દિલ્હીઃ કોલકતા હાઈકોર્ટના ન્યાયધીશ અભિજીત ગંગોપાધ્યાયએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું છે. આ ઉપરાંત રાજીનામું આપ્યાના ગણતરીના કલાકોમાં જ તેમણે ભાજપામાં સામેલ થવાની જાહેરાત કરી હતી. તેમણે પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મોકલી આપ્યું હતું. આ ઉપરાંત રાજીનામાની નકલ સુપ્રીમકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચુડ અને કોલકતા હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ટીએસ શિવજ્ઞાનમને મોકલ્યું હતું. ભાજપામાં […]

પશ્ચિમ બંગાળ દેશ અને ઘણા પૂર્વીય રાજ્યો માટે પૂર્વીય દ્વાર તરીકે કામ કરે છે: PM મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લાના કૃષ્ણનગરમાં 15,000 કરોડ રૂપિયાની બહુવિધ વિકાસ પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી હતી અને તેનો શિલાન્યાસ કર્યો હતો. આજની વિકાસલક્ષી યોજનાઓ વીજળી, રેલ અને માર્ગ જેવા ક્ષેત્રો સાથે સંકળાયેલી છે. આ પ્રસંગે જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે પશ્ચિમ બંગાળને વિકસિત રાજ્ય બનાવવાની દિશામાં વધુ એક પગલું છે. […]

Lok Sabha Election 2024: પશ્ચિમ બંગાળનું રાજકીય સમીકરણ, શું છે જાતિ-ધર્મનું ગણિત?

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં આ વખતે પશ્ચિમ બંગાળની ધરતી પરથી રાજકારણની દિશા નક્કી થવાની છે. જ્યારથી રાજ્યમાં ભાજપનું ઉત્થાન થયું છે, બંગાળનું રાજકારણ પણ બદલાતું જોવા મળ્યું છે. એક તરફ લેફ્ટ નભલું પડયું છે, તો ભાજપ એટલું જ મજબૂત દેખાય રહ્યું છે. સ્થિતિ એવી બની ચુકી છે કે તૃણમૂલ કોંગ્રેસ સત્તામાં છે અને ભાજપ મુખ્ય […]

સંદેશખાલી હિંસાના મુખ્ય આરોપી અને TMC નેતા શાહજહાં શેખની ધરપકડ

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં સંદેશખાલી હિંસાનો મુખ્ય આરોપી અને તૃણમુલ કૉંગ્રેસ નેતા શાહજહાં શેખની આખરે ધરપકડ થઈ ગઈ છે. શાહજહાં શેખ 5 જાન્યુઆરીથી ફરાર હતો. પોલીસે તેને ઉત્તર 24 પરગનાના મિનાખાન વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. તો હવે તેને આજે બપોરે 2 વાગ્યે બશીરહાટ કૉર્ટમાં રજૂ કરવામાં આવશે. જોકે, આ પહેલા કૉર્ટની બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code