1. Home
  2. Tag "west bengal"

બંગાળઃ કલ્યાણી બોર્ડર પોસ્ટ પાસે તળાવમાંથી રૂ. 2.57 કરોડના સોનાના બિસ્કીટ જપ્ત કરાયાં

કોલકતાઃ પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં BSFએ કલ્યાણી બોર્ડર પોસ્ટ વિસ્તારમાં એક તળાવમાંથી રૂ. 2.57 કરોડના સોનાના બિસ્કિટ જપ્ત કર્યા હતા. બીએસએફના ટોચના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ચોક્કસ માહિતીના આધારે બીએસએફની એક ટીમે સોનું શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સુરક્ષા એજન્સીએ દામચોરને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે. BSFએ જણાવ્યું હતું કે, “તળાવમાંથી […]

પ.બંગાળમાં ISISના બે આતંકવાદીના કેસમાં મધ્યપ્રદેશનું કનેકશન સામે આવ્યું, વધુ એકની ધરપકડ

નવી દિલ્હીઃ કોલકાતામાંથી આઈએસઆઈએસ સાથે જોડાયેલા બે આરોપીઓની પોલીસે ધરપકડ કરીને પૂછપરછ કરતા તપાસનો રેલો મધ્યપ્રદેશ સુધી પહોંચ્યો હતો. બંગાળ પોલીસે મધ્યપ્રદેશમાંથી પણ આઈએસઆઈએસના વધુ એક આતંકવાદીની ધરપકડ કરી હતી. કોલકતામાંથી પકડાયેલા બંને આરોપીઓ યુવાનોને ગેરમાર્ગે દોરીને આતંકવાદી પ્રવૃતિમાં સામેલ કરતા હતા એટલું જ નહીં તેમણે હથિયાર પણ સપ્લાય કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું […]

PM મોદીએ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી ઉપસ્થિત ન રહેવા અંગે પ.બંગાળની જનતાની માફી માંગી

અમદાવાદઃ PM નરેન્દ્ર મોદીએ શુક્રવારે પશ્ચિમ બંગાળને પહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ભેટમાં આપી હતી. મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી. આ સિવાય પીએમએ બંગાળમાં 7800 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો. વંદે ભારત ટ્રેન હાવડા-ન્યૂ જલપાઈગુડી રૂટ પર દોડશે. હાવડા સ્ટેશન પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. […]

દીકરા તરીકે ફરજ નિભાવ્યા બાદ નરેન્દ્ર મોદીએ PM તરીકે કર્તવ્ય નિભાવ્યું, પ.બંગાળમાં વિકાસના કાર્યોનું લોકાર્પણ

નવી દિલ્હીઃ અમદાવાદમાં માતા હિરાબાનું નિધન થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવાઈ માર્ગે અમદાવાદ દોડી આવ્યાં હતા અને માતાના અંતિમ દર્શન કર્યાં હતા. તેમજ માતાની અંતિમયાત્રામાં જોડાવા ઉપરાંત મુખાગ્નિ આપી હતી. જે બાદ પરિવારજનોએ દુઃખની આ ઘડીમાં પણ પીએમ મોદીને દેશની સેવા કરવા માટે પ્રેરિત કરીને નિર્ધારિત કાર્યક્રમમાં હાજરી આપવા વિનંતી કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી […]

PM મોદી શુક્રવારે પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે, વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમૂહર્ત કરાશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30મી ડિસેમ્બરના રોજ પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. સવારે પીએમ હાવડા રેલવે સ્ટેશન પર પહોંચશે, જ્યાં તેઓ હાવડાથી ન્યૂ જલપાઈગુડીને જોડતી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. તેઓ કોલકાતા મેટ્રોની પર્પલ લાઇનના જોકા-તરતાલા સ્ટ્રેચનું પણ ઉદ્ઘાટન કરશે અને શિલાન્યાસ કરશે અને વિવિધ રેલવે પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે. પીએમ બપોરે 12 વાગ્યે […]

અમિત શાહ આજે પશ્ચિમ બંગાળ સચિવાલયમાં પૂર્વીય ઝોનલ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરશે

કોલકાતા:પૂર્વીય ઝોનલ કાઉન્સિલની બેઠકમાં ભાગ લેવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શુક્રવારે સાંજે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા પહોંચ્યા હતા.આ દરમિયાન ભાજપ પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજુમદાર, બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શુભેન્દુ અધિકારી અને રાજ્ય મંત્રી સુજીત બોઝ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગૃહમંત્રી શાહ આજે પશ્ચિમ બંગાળ સચિવાલયમાં પૂર્વીય ઝોનલ કાઉન્સિલ (EZC)ની બેઠકની […]

પશ્ચિમ બંગાળઃ સીએમ મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીની રેલી પૂર્વે બ્લાસ્ટ, બેના મોત

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુરમાં જોરદાર વિસ્ફોટ થયો છે. આ બ્લાસ્ટમાં બે લોકોના મોત થયા છે. વિસ્ફોટમાં કેટલાક લોકો ઘાયલ થયાનું જાણવા મળે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બ્લાસ્ટ ટીએમસીના એક નેતાના ઘરે થયો હતો. બ્લાસ્ટ બાદ આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સુત્રોના જણાવ્યા અનુસાર ભૂપતિ નગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના […]

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન દક્ષિણ 24 પરગણા જિલ્લાની લઈ શકે છે મુલાકાત

કોલકતા:પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન દક્ષિણ 24 પરગણા જિલ્લાની મુલાકાત લઈ શકે છે.સૂત્રોના જણાવ્યા અનુસાર મમતાનો 29 નવેમ્બરે સજનેખલી જવાનો કાર્યક્રમ છે.માનવામાં આવે છે કે,આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી સુંદરવન જિલ્લાની રચના અંગે નિર્ણય લઈ શકે છે.કૃષ્ણનગરની તેમની તાજેતરની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ રાજ્યમાં બે નવા જિલ્લાઓ, સુંદરવન અને બસીરહાટની જાહેરાત કરી હતી. […]

ચક્રવાત સિતરંગ 110 કિમીના જોરદાર પવન સાથે બાંગ્લાદેશ પહોંચશે,પશ્ચિમ બંગાળમાં એલર્ટ જારી

કલકતા:સિતરંગ ચક્રવાત મંગળવારે સવારે બાંગ્લાદેશમાં પ્રવેશ કરી શકે છે.ભારતીય હવામાન વિભાગ દ્વારા આ માહિતી જાહેર કરવામાં આવી છે.હવામાન વિભાગે કહ્યું કે,આંદામાન સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન ચક્રવાતનું સ્વરૂપ લઈ શકે છે. અનુમાન છે કે આ વાવાઝોડું 25 ઓક્ટોબરે બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રવેશ કરશે.તેની સાથે પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં પણ તેની અસર જોવા મળી શકે છે. એક અનુમાન […]

પશ્વિમબંગાળમાં બે સમૂદાયો વચ્ચે અથડામણ, ઉગ્ર હિંસા બાદ તણાવનો માહોલ – બીજેપી નેતાએ ગૃહમંત્રી પાસે મદદ માંગી

પશઅવિમ બંગાળમાં હિંસા અને તોડફોડની ઘટના બીજેપી નેતાએ ગૃહમંત્રી પાસે મદદની માંગ કરી કોલકાતાઃ- પશ્વિમ બંગાળ કે જ્યાં અવાર નવાર હિંસાઓ થતી હોય છે ત્યારે ફરી એક વખત પશ્ચિમબંગાળ હિંસા અને સાંપ્રદાયિક તણાવ જોવા મળ્યો છે. અહી સ્થિતિ મોમીનપુર વિસ્તારમાં ગઈકાલે રાત્રે બે સમુદાયો વચ્ચે ઘર્ષણ થયું હતું ત્યાર બાદ ઉગ્ર હિંસા અને તોડફોડની ઘટના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code