ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસુ પાંચ દિવસ વહેલું બેસશેઃ ખેડુતોએ વાવણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી
અમદાવાદઃ ગુજરાતમાં હાલ ભરઉનાળે તૌકતે નામના સંભવિત વાવાઝોડાની આગાહીને પગલે વાતાવરણમાં આંશિંક પલટો આવ્યો છે. અમદાવાદ સહિતના વિસ્તારોમાં વાદળછાંયા વાતાવરણ સાથે હવામાં ભેજનું પ્રમાણ વધતા બફારો પણ વધ્યો છે. બીજીબાજુ ગુજરાતમાં મેધરાજાનું આગમન તેના નિર્ધારિત સમય કરતા પાંચ દિવસ વહેલા થશે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસું સાનુકૂળ રહેશે. એવું અનુમાન હવામાન શાસ્ત્રીઓ કરી […]