ઓનલાઈન શિક્ષણને લીધે વિદ્યાર્થીઓમાં લખવાની પ્રેક્ટિસ છૂટી, સતત ત્રણ કલાક પેપર લખી શક્તા નથી
અમદાવાદઃ કોરોનાના કાળે સૌથી વધુ નુકશાન શિક્ષણને કર્યું છે. કોરોનાના કાળ દરમિયાન શાળા-કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ કાર્ય બંધ હતું અને વિદ્યાર્થીઓને ઓનલાઈ શિક્ષણ આપવામાં આવતું હતું. ઓનલાઈન શિક્ષણને કારણે વિદ્યાર્થીઓના અધ્યયન પર ખાસ અસર પડી હતી. વિદ્યાર્થીઓને લખવાની હથરોટી છૂટી ગઈ છે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં તમામ પ્રશ્નો આવડતા હોવા છતાં નિયત સમયમાં તેનો જવાબો લખી શક્તા નથી. […]