મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ 10 લાખ મહિલાઓને ઝીરો ટકા વ્યાજે રૂ. 1000 કરોડની લોન સહાય
અમદાવાદઃ ”પાંચ વર્ષ નારી ગૌરવના” ના ભાગરૂપે રાજ્યના મુખ્યમંત્રીએ મહત્વાકાંક્ષી ”મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના” લાગુ કરીને મહિલાઓના આર્થિક સશક્તિકરણ દ્વારા વિકાસ પ્રક્રિયામાં મહિલાઓની ભાગીદારી વધારીને ગુજરાતને દેશનું રોલમોડલ બનવા મક્કમતાથી પ્રયાસો હાથ ધર્યા છે. આ યોજના અંતર્ગત રાજ્યની ગરીબ, મધ્યમવર્ગીય, સામાન્ય મહિલાઓના સપનાઓને સાકાર કરવાના ઉદ્દેશ્યથી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો નક્કર અમલ થઇ રહ્યો છે. […]