Site icon Revoi.in

ચીનના દરેક હુમલાનો જવાબ આપવા તાઈવાન તૈયાર,યુદ્ધાભ્યાસ કર્યો શરૂ

Social Share

9 ઓગસ્ટ,દિલ્હી:યુએસ સેનેટ સ્પીકર નેન્સી પેલોસીની મુલાકાતને લઈને ચીન અને તાઈવાન વચ્ચે ચાલી રહેલો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો.અગાઉ, આ મુલાકાતના વિરોધમાં ચીને તાઈવાનની આસપાસ 6 સ્થળોએ યુદ્ધાભ્યાસ કર્યા હતા.હવે તાઈવાને પણ ચીનની સામે પોતાની શક્તિનું પ્રદર્શન કરવાનો નિર્ણય લીધો છે.ચીનના હુમલાથી પોતાને બચાવવા માટે તાઈવાને ફાયર આર્ટિલરી ડ્રિલ શરૂ કરી છે.બીજી તરફ ચીને તાઈવાન પાસે યુદ્ધાભ્યાસ ફરી શરૂ કરવાની જાહેરાત કરી હતી.ચીને આ પગલું એવા સમયે લીધું છે જ્યારે એક દિવસ પહેલા જ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને ચીનના યુદ્ધાભ્યાસ પર ચિંતા વ્યક્ત કરી હતી.

વાસ્તવમાં ચીન તાઈવાનને પોતાનો ભાગ હોવાનો દાવો કરે છે. જ્યારે તાઈવાન પોતાને સ્વતંત્ર દેશ જાહેર કરે છે. યુએસ સેનેટ સ્પીકર નેન્સી પેલોસી તાજેતરમાં તાઈવાનની મુલાકાતે ગયા હતા.આ દરમિયાન તેમણે કહ્યું હતું કે અમેરિકા તાઈવાનને આપેલા દરેક વચનને પૂર્ણ કરશે. પેલોસીની મુલાકાતથી ચીન ગુસ્સે છે.

આ મુલાકાતના વિરોધમાં ચીને કવાયત કરવાની જાહેરાત કરી હતી.ચીને તાઈવાનની આસપાસના 6 સ્થળોએ યુદ્ધાભ્યાસ હાથ ધર્યા હતા.કવાયત માટે ચીને 10 યુદ્ધ જહાજ લેન્ડ કર્યા હતા.તેઓ તાઈવાન સરહદની ખૂબ નજીક હતા.તાઈવાનનો દાવો છે કે,કવાયત દરમિયાન ચીનના ફાઈટર પ્લેન પણ તેની સીમામાં ઘૂસી ગયા હતા.આ પછી તાઈવાને ચીનને ચેતવણી આપી હતી અને તેના ફાઈટર પ્લેન તૈનાત કર્યા હતા.

તાઈવાનના જણાવ્યા અનુસાર, ચીને દ્વીપ પર કબજો, કવાયત દરમિયાન તાઈવાનની નૌકાદળ પર હુમલો કરવાનો મોક ટેસ્ટ પણ કર્યો હતો.હવે તાઈવાને ચીનના હુમલાથી પોતાને બચાવવા માટે યુદ્ધાભ્યાસ શરૂ કરી દીધા છે.