શાહજહાંના ઉર્સમાં આજાન પર વિવાદ: ‘વંશજ’ પ્રિંસ તુસીએ કહ્યુ- તાજમહલ ઈબાદતગાહ નથી, ફાતિહા પઢવામાં આવે
ખુદને મુઘલ વંશના વારસદાર ગણવતા પ્રિન્સ તુસી ફરી એકવાર ચર્ચામાં છે. ચર્ચાનું કારણ મુઘલ બાદશાહ શાહજહાંના ઉર્સના પ્રસંગે સર્જાયેલો વિવાદ છે. મંગળવારે ઉર્સના પ્રસંગે આજાનને લઈને વિવાદ સર્જાયો હતો. પ્રિન્સ તુસીનું કહેવું છે કે તાજમહલ ઈબાદતગાહ નથી, અહીં ફાતિહ પઢવા જોઈએ. તેમણે કહ્યુ છે કે તેઓ આની ફરિયાદ સુપ્રીમ કોર્ટ અને એએસઆઈ મહાનિદેશકને કરશે.
મીડિયા અહેવાલો મુજબ, મંગળવારે પ્રિંસ તુસી ઝિયારત માટે પહોંચ્યા હતા. ગુસ્લની રસમ શરૂ થઈ હતી. તે વખતે તાજમહલના ભોંયરાને ખોલવામાં આવ્યું અને અહીં શાહજહાં તથા મુમતાજ મહલની અસલી કબરો છે. ભોંયરાની સીડીઓ પર જ આજાન કરવામા આવી. રસ્મ બાદ પ્રિંસ તુસીએ આનો વિરોધ કર્યો અને બાદમાં હંગામો થયો હતો. મામલો વણસતો હોવાનુ દેખાતા પુરાતત્વ વિભાગના અધિકારીઓ અને વ્યવસ્થા સમિતિના લોકોએ સુરક્ષાકર્મીઓને બોલાવી લીધા હતા. પુરાતત્વ વિભાગના અધિકારીઓએ વિવાદને લઈને કહ્યુ હતુ કે પ્રિંસ તુસી કરતા વધારે તેમના માટે ઉર્સની રસ્મ જરૂરી છે.
ઉર્સ કમિટી અને પ્રિંસ તુસીનો આ પહેલો વિવાદ નથી. આ પહેલા પણ વિવાદ થઈ ચુક્યો છે. કમિટી તરફથી ચઢાવવામાં આવેલી ચાદરને લઈને વિવાદ થયો હતો. 2007માં પ્રિંસ તુસીએ કમિટીની કાયદેસરતાને અદાલતમાં પડકારી હતી. જોકે બાદમાં આ અપીલ ફગાવી દેવામાં આવી હતી.
મહત્વપૂર્ણ છે કે શાહજહાંના ઉર્સના ત્રણ દિવસસુધી તાજમહલની અંદર જવાની કોઈને ટિકિટ લેવી પડતી નથી. તેની સાથે જ ભોયરાંના દરવાજા ખોલીને શાહજહાંની અસલી કબર પણ સામાન્ય લોકો માટે ખોલવામાં આવે છે. જ્યારે આના સિવાય આખું વર્ષ અસલી કબરને બંધ રાખવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે પ્રિંસ તુસી ઘણીવાર મીડિયાની સામે ખુદને શાહજહાંના વંશજ હોવાનો દાવો કરી ચુક્યા છે.