હવે તાજનગરી બનશે પ્રદુષણ મૂક્ત – પીએમ મોદી નવેમ્બર મહિનામાં આગરા શહેરમાં ઈલેક્ટ્રિક બસ સેવાને લીલી ઝંડી બતાવશે
- પીએમ મોદી નવેમ્બરમાં આગરામાં ઈ.બસ સેવાને લીલી ઝંડી બતાવશે
- તાજનગરીમાં દોડશે હવે પ્રદુષણ મૂક્ત બસ
લખનૌઃ- સમગ્ર દેશભરના મોટા મોટા શહેરોમાં પ્રદુષણને ઓછુ કરવા પ્રદુષણ મૂક્ત ઈલેક્ટ્રિક બસ સેવાઓની શરુઆત કરવામાં આવી રહી છે, ત્યારે હવે ઉત્તરપ્રદેશની તાજનગરીમાં પણ આ બસ સેવાનો આરંભ ટૂંક સમયમાં થવા જઈ રહ્યો છે, નવેમ્બર મહિનામાં એમજી રોડ પર, જૂની ખટારા બસોને બદલે હવી નવી ઇલેક્ટ્રિક બસો જોવા મળશે.
આવતા મહીને એટલે કે નવેમ્બર મહીનાની 19 તારીખના રોજ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગરાની ઇલેક્ટ્રિક બસોનેલીલી ઝંડી બતાવશે. ઝાંસીમાં રાજ્યભરમાં ઇલેક્ટ્રિક બસો શરૂ કરવાનો કાર્યક્રમ હશે, જ્યાંથી 30 ઇલેક્ટ્રિક બસો તાજનગરી માટે રવાના થશે. પ્રથમ તબક્કામાં આગરાશહેનને 30 બસ ઉપલબ્ધ કરાવાશે, ત્યાર બાદ આ પ્રકારે અહીં કુલ 100 બસો ચલાવવાની યોજના છે.
મહાનગરપાલિકાએ નરાચયમાં ઇલેક્ટ્રિક બસો માટે ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટે માત્ર એક રૂપિયામાં જમીન ફાળવી આપી છે. અત્યાર સુધી અહીં માત્ર બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવી છે. અહીં વીજ પુરવઠા માટે કેબલ નાખવાનું કામ ટોરેન્ટ પાવર દ્વારા હાલ કરવામાં આવી રહ્યું છે. ચાર્જિંગ સ્ટેશનનું બાંધકામ એક ખાનગી કંપનીને સોંપવામાં આવ્યું છે. કંપનીએ અહીં સ્ટેશન બનાવવાનું કામ શરૂ કર્યું નથી.
મ્યુનિસિપલ કમિશનર નિખિલ ટી. ફંડેએ આપેલી માહિતી પ્રમાણે એમજી રોડ સહિત શહેરના તમામ વિસ્તારોને જોડતા ઇલેક્ટ્રિક બસોના રૂટ નક્કી કરવામાં આવ્યા છે. આ સાથે પર્યટન સ્થળો અને સ્મારકોને જોડતી બસો પણ દોડાવવામાં આવશે.