આપણા દેશમાં ફરવા લાયક અદભૂત સ્થળો આવેલા છે, જે લોકોને વિદેશ ફરવાની ઈચ્છા હોય તેવા લોકોએ પહેલા આપમા જ દેશના ખૂણે ખૂણાઓમાં એક લટાર મારી લેવી જોઈએ ,ભારતમાં એટલા બધા સુંદર સ્થળો છે જે આપણું મન મોહીલે છે,જેમાં ખાસ કરીને કુદરતી સૌંદ્રયથી ભરપુર છે આપણો ભારત દેશ.
ભારતની પ્રાકૃતિક સુંદરતા વિદેશના પ્રવાસીઓને આકર્ષે છે. અહીંના પહાડો, હરિયાળી, નદીઓ, ધોધ અને તળાવો કોઈ વિદેશી સ્થળોને પણ ટક્કર આપે છે,જો તમે સુંદર જગ્યાએ શાંત લાગણી અનુભવવા માંગો છો, તો તમે ભારતમાં સ્થિત તળાવોનો આનંદ લઈ શકો છો. જો કે ભારતમાં ઘણા એવા તળાવો છે જે ખૂબ જ પ્રખ્યાત છે, પરંતુ અહીં તમને ભારતના પાંચ સૌથી સુંદર તળાવોની વાત કરીશું જ્યાની મુલાકાતચ લેતા જ તમને સ્વર્ગમાં આવ્યાની અનુભુતિ થશે.
કાશ્મીરનું ડલ સરોવર
ભારતના સરોવરોનું નામ આવે ત્યારે સૌથી પહેલા ડલ સરોવરનું નામ આવે છે. ભારતનું સ્વર્ગ કહેવાતા કાશ્મીરની મુલાકાત લેવા નીકળશો તો ખબર પડશે કે તેને સ્વર્ગ કેમ કહેવાય છે. ડલ લેક પ્રખ્યાત હનીમૂન ડેસ્ટિનેશન કાશ્મીરમાં છે, જેની અનોખી અને અદ્ભુત સુંદરતા દરેકને દંગ કરી દે છે.
આસામનું સોનબીલ તળાવ
આસામમાં સોન બીલ નામનું સુંદર તળાવ છે. તેને વેટલેન્ડ પણ કહેવામાં આવે છે. ઉનાળાની ઋતુમાં તમે કરીમગંજ સ્થિત આ તળાવની મુલાકાત લઈ શકો છો. તળાવના અમુક ભાગમાં શિયાળા દરમિયાન ખેતી પણ થાય છે.અહીનો સુંદર નજારો તમારી નજરમાં કાયમી યાદ બનાવી લેશે તેટલો સુંદર છે.
જમ્મુ કાશ્મીરનું વૂલર તળાવ
વુલર તળાવ પણ કાશ્મીરમાં આવેલું છે. તેને સૌથી સુંદર તળાવ કહી શકાય. તે દેશના સૌથી મોટા તાજા પાણીના તળાવોમાંનું એક છે. એટલું જ નહીં વુલર લેકને એશિયાનું સૌથી લાંબુ મીઠા પાણીનું સરોવર પણ માનવામાં આવે છે.
મણીપુરનું લોટકલ સરોવર
લોકટક તળાવ મણિપુરમાં આવેલું છે. લોકટક તળાવને તાજા પાણીના તળાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તળાવની સુંદરતા તમારા તમામ સ્ટ્રેસને ઘટાડી શકે છે. તળાવમાં ફરવાથી વ્યક્તિ શાંતિ અનુભવી શકે છે,અહીંનો સુંદર નજારો મનમોહક હોય છે.
ઓડીશાનું ચિલ્કા સરોવર
ઓડિશામાં આવેલું ચિલ્કા તળાવ પણ ખૂબ જ સુંદર છે. ચિલ્કા તળાવને ભારતના સૌથી મોટા દરિયાકાંઠાના સરોવરોમાંનું એક ગણવામાં આવે છે. અહીંની મુલાકાત વખતે તમે ડોલ્ફિન જોઈ શકો છો. જો તમે થોડે આગળ જશો, તો તમે તળાવનો સંગમ જોઈ શકો છો, જ્યાં તમે પાણીના રંગમાં બદલાવ જોવા મળશે જે અહીની ખાસિયત ગણાય છે.