- ઉનાળામાં વાળની રાખો સંભાળ
- બેબી ઓઈલનો કરો ઉપયોગ
- વાળને મળશે સારું પોષણ
સામાન્ય રીતે આપણે ચહેરાની જેટલી કાળજી કરીએ છીએ તેટલી વાળની નથી કરતા.જેમ કે, ગરમીમાં ઘરની બહાર નીકળતી વખતે આપણે ચહેરા પર સનસ્ક્રીન લગાવીએ છીએ, પણ વાળનું શું ? સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો વાળને પણ નુકસાન પહોંચાડે છે.તે ઉપરાંત ગરમી, ધૂળ, પસીનો, પ્રદૂષણ આ બધાથી પણ વાળને ઘણું નુકસાન પહોંચે છે અને તે ડેમેજ થાય છે,પરંતુ થોડી કાળજી લેવાથી વાળને નુકસાન થતું અટકાવી શકાય છે અને તેના સ્વાસ્થ્ય અને તેની ચમકને બરકરાર રાખી શકાય છે.
તડકાથી બચાવોઃ જો તમે ખૂબ બહાર જાઓ છો અને સૂર્યપ્રકાશને કારણે તમારા વાળ ખરાબ થઈ રહ્યા છે,તો આ સ્થિતિમાં બેબી ઓઈલની મદદ લો.આ તેલ લગાવો અને બહાર જાવ, કારણ કે તે વાળને સૂર્ય અને ગરમીથી બચાવશે.
સ્કેલ્પ ઉપરની ડ્રાયનેસ થશે દૂર: સ્કેલ્પમાં થતી ડ્રાયનેસ ડેન્ડ્રફનું કારણ બને છે.જો તમે તેને અવગણશો તો વાળ પણ ખરવા લાગે છે.આવી સ્થિતિમાં સ્કેલ્પને ડ્રાય થવાથી બચાવવા માટે બેબી ઓઈલનો ઉપયોગ કરો.
મજબૂત વાળ: બેબી ઓઈલમાં હાજર તત્વો વાળને મજબૂત બનાવી શકે છે. નિષ્ણાતોના મતે અઠવાડિયામાં એકવાર બેબી ઓઈલથી વાળમાં માલિશ કરો.આમ કરવાથી વાળને સારું પોષણ મળશે અને તેઓ સ્વસ્થ રહેશે.