વાર-તહેવારમાં હેરસ્ટાઈલ કાઢ્યા બાદ વાળની રાખો કાળજી, તરત કરો આટલું કામ નહી તો વાળ જશે ગૂંચવાય
- હેર સ્ટાઈલ કાઢીને વાળમાં તરત હેર ઓઈલ કરીદો
- હેર ઓઈલ કર્યા બાદ હળવા હાતે મોટા કાંસકાથી ગૂંચ કાઢો
દરેક સ્ત્રીઓ ઈચ્છે છે કે તે વાર તહેવારે સુંદર દેખાય અને આ માટે યુવતીઓથી લઈને મહિલાઓ સુંદર મેકઅપ અને વાળમાં સરસમજાની હેરસ્ટાઈલ પણ કરે છે, જો કે હેરસ્ટાઈલ એવી વસ્તુ છે કે તેને કાઢ્યા હબાદ વાળ ગૂંચવાઈ જવાની ,વાળ તૂટવાની સમસ્યા વધી જાય છે જેથી ખાસ કરીને આજે એ વાત કરીશું કે હેરસ્ટાઈલ રિમૂવ કરી નાખ્યા બાદ વાળની કઈ રીતે કાળજી લેવી જોઈએ જેથી વાળ બગડે નહી.
હેરસ્ટાઈલ રિમૂવ કર્યા બાદ આટલી કાળજીલો
જ્યારે પણ વાળમાં હેર સ્ટાઇલ કરવામાં આવે છે, તે પછી વાળને યોગ્ય રીતે શેમ્પૂ કરીને વોશ કરીલો, આ સાથે જ શેમ્પુિ કર્યા બાદ કન્ડિશનર કરવાનું ભૂલતા નહી ,કન્જિશનરથી વાળની ગૂંચ સરળતાથી નીકળી જાય છે.
સામાન્ય રીતે હેર સ્ટાઇલ કરતી વખતે ઘણા રાસાયણિક ઉત્પાદનોનો ઉપયોગ કરવામાં આવે છે. જો આ રસાયણો વાળમાં રહી જાય તો તેનાથી વાળને ઘણું નુકસાન થઈ શકે છે. જો તમે બીજા દિવસે જ હળવા શેમ્પૂથી વાળ સાફ કરો તો સારું રહેશે.
આ સાથે જ હેર સ્ટાઇલ કર્યા પછી વાળને પોષણ આપવા અને મુલાયમ પણું પાછું લાવવા માટે વાળમાં તેલની માલિશ કરવી ખૂબ જ જરૂરી છે. વાળમાં તેલ લગાવવાથી તે હાઈડ્રેટ રહે છે અને મજબૂત પણ રહે છે. તમે નારિયેળના તેલને હળવા હાથે ગરમ કરો અને તે પછી વાળના માથામાં હળવા હાથે મસાજ કરો.
હેર સ્ટાઈલ કર્યા પછી વાળ ખૂબ જ શુષ્ક અને નબળા થઈ જાય છે. જેના કારણે વાળ તૂટતા થઈ જાય છે. આ માટે હેર સ્ટાઇલ કર્યા પછી વાળને કુદરતી રીતે સુકાવા દો. તમારા વાળ ધોયા પછી ક્યારેય ડ્રાયરનો ઉપયોગ કરશો નહીં.
વાળને ઘોયા બાદ સુકવીને તેમાં હેર લોશન લગાવો જેનાથી વાળ સ્મુથ બનશે અને ગૂંચ હશએ તો તે સરળતાથી નીકળી પણ જશે
વાળ ઘોયા બાદ જીણા કાસકાનો ઉપયોગ ટાળો તેના માટે મોટા દાંતિયા વાળો કાસકો ઉપયોગમાં લો જેથી વાળ જલ્દી છૂટા પડી જશે.