Site icon Revoi.in

હાથ,પગ અને બોડીની સ્કિનની આ રીતો કરો કાળજી, સ્કિન બનશે કોમળ

Social Share

દેરક ઋતુમાં દરેક લોકોએ પોતાની સ્કિનની કાળજી લેવી જોઈએ ખાસ કરીને પાણીમાં કામ કરીને હાથ,પગ ,અને ચહેરાની કાળજી લેવી જરુરી છે, આ સાથે જ પગની એડીની પણ કાળજી લેવી જોઈએ કારણ કે એતિશય ઠંડીના કારણે આ તમામ સ્કિન ડેમેજ થતી હોય છે.

ખાસ કરીને હાથની હથેળી જ્યારે રુસ્ક થઈ જાય છે ત્યારે તેની ચામડી નીકળવા લાગે છે પરિણામે હાથમાં ચીરા પડવાની .લોહી નિકળવાની સમસ્યાઓ પણ થાય છે, આવું થાય તે પહેલા જ જે લોકોને હથેળીની સ્કિનનો પ્રોબલેમ હોય તેમણે કેટલાક ઘરેલું ઈલાજથી તેની સારવાર કરી લેવી જોઈએ ,તો ચાલો જોઈએ હાથ, પગ, લીપ્સ અને એડીની સંભાળ કેવી રીતે લેવી.

હાથ પગની સ્કિન માટે કરો આટલુંઃ-

દરરોજ રાત્રે સુતા વખતે હાથની હથેળી પર એલોવિરા જેલ અથવા ઓલિવ ઓઈલ અથવા દિવેલથી 10 મિનિટ મસાજ કરવું ત્યાર બાદ હાથ ઘોવા નહી, આખી રાત ઓઈલમાં હથેળી રહેવાથઈ તે સ્મૂથ બનશે, અને રુસ્ક થતી અટકશે.અઠવાડિયામાં એક વયકત એક ટબમાં ગરમ પાણી લો, તેમાં 1 ચમચી કોપરેલ નાખો, ત્યાર બાદ તેમાં કોઈ પણ શેમ્પૂ થોડૂ એડ કરીલો, હવે હાથને તેમાં 10 મિનિટ સુધી પાલળી રાખો, ત્યાર બાદ હાથને સાદા પાણીથી વોશ કરીને કોટનના કપડાછથઈ સાફ કરીલો, આમ કરવાથી ચામડી મુલાયમ બનશે અને ફાટતી ચામડી અટકશે.

લિપ્સની કાળજી માટે કરો આટલું-

જો તમારા લીપ્સ ખૂબ ફાટતા હોય તો દરરોજ રાત્રે સુતા વખતે દેશી ઘી લિપ્સ પર લગાવાની આદત રાખો,જેનાથી તમારા લિપ્સ સ્મૂથ બનશે, અને ફાટેલા લિપ્સ સુધરશેઆ સાથે જ લિપ્સ પર રોજ રાતે નેચરલ લીપબામ લગાવાની આદત રાખો, નેચરલ લીપબામ ઘરે બનાવેલો હોય છે જેનાથી વધુ સ્કિન સારી બને છે.

ફાટેલી એડી માટે કરો આટલુંઃ-

રાત્રે સૂતા પહેલા 1 ચમચી નારિયેળ તેલ ફાટેલી એડી પર લગાવી દો. તમે ઈચ્છો તો તેને સહેજ હૂંફાળું કરીને પણ એડી પર લગાવી શકો છો. તેના મસાજથી થાક પણ ઘટી જશે. ત્યાર પછી મોજા પહેરીને સૂઈ જાવ. સવારે પાણીથી પગ ધોઈ લો. આવું 10 દિવસ કરવાથી ફાટેલી એડી એકદમ સોફ્ટ અને મુલાયમ થઈ જશે.