- પગની ત્વચાની રાખવી જોઈએ કાળજી
- પગની સુંદરતા માટે ઘરે બનાવેલા પેકનો કરો ઉપયોગ
સામાન્ય રીતે ગરમીમાં આપણે આપણા શરીરની વધુ પડતી કાળજી રાખવી જેમાં આપણા પગની માવજત પમ જરુરી બને છે, પગની ત્વચાને મુલાયમ કોમળ રાખવી હોય તો તેના પાછળ તમારે થોડા સમય કાઢવો પડશે,સામાન્ય રીતે આપણે ચહેરા સિવાય હાથની સંભાળ રાખવા માટે ઉત્પાદનો અને ઘરેલું ઉપચાર અપનાવે છે, પરંતુ પગની સંભાળ પણ જરુરી છે.કારણ કે પગના તળીયામાં જમા થતી ગંદકી અને મૃતત્વચા પગની સુંદરતા છીનવી શકે છે. પગની ત્વચા શુષ્ક અને નિસ્તેજ દેખાવા લાગે છે. જેથી તમે ઘરે બનાવેલા પેકથી પણ પગની સ્કિનની કેર કરી શકો છો.
કાકડી
કાકડીને પાણીથી ભરપૂર તત્વ માનવામાં આવે છે. તેને ત્વચા પર લગાવવાથી તે લાંબા સમય સુધી હાઈડ્રેટ રહે છે. કાકડીમાંથી ફુટ માસ્ક બનાવી પગ પર લગાવાથી પગની ત્વચા કોમળ બને છે.બે કાકડી લો અને તેને બ્લેન્ડ કરીને સ્મૂધી બનાવો. કાકડીના બેટરમાં 1 લીંબુનો રસ અને 2 ચમચી ઓલીવ ઓઈલ એડ કરી એક બેગમાં ભરી દો ત્યાર બાદ તેને પગ પર અપ્લાય કરો,આમ કરવાથી ત્વચા સારી સુંદર બનશે
પપૈયુ
પાકા પપૈયાને ક્રશ કરીલો, તેમાં 2 ચમચી મધ એડ કરીદો, હવે આ પેસ્ટથી તમાપા પગની સ્કિન પર મસાજ કરો, 20 મિનિટ આમ કર્યા બાદ પગ ઘોઈલો, જેનાથી તમાપા પગની ત્વચાના મૃતકોષ જીવિત થશે, અને ત્વચા કોમળ બનશે.
કોકો બટર
પગની શુષ્કતા દૂર કરવા માટે, તેમને મોઇશ્ચરાઇઝ્ડ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોકો બટર તમારા પગની ત્વચાને કોમળ બનાવી શકે છે. તેનો માસ્ક બનાવવા માટે એક વાસણમાં એક ટેબલસ્પૂન કોકો બટર લો અને તેમાં ઓલિવ ઓઈલ ઉમેરો. તેમાં વિટામિન Eની 2 થી 3 કેપ્સ્યુલ પણ ઉમેરો. હવે આ પેસ્ટને પગ પર લગાવો અને હળવા હાથે મસાજ કરો. લગભગ 10 મિનિટ સુધી આ કર્યા બાદ પગમાં મોજા પહેરીલો, પગ બનશે સોફ્ટ