હેર સ્પા કરાવ્યા પછી આ બાબતોનું રાખો ધ્યાન,વાળની ચમક રહેશે લાંબો સમય
સ્ત્રીઓ દ્વારા વાળની કાળજી વધારે રાખવામાં આવતી હોય છે, કારણ કે સ્ત્રીઓની સુંદરતામાં વાળ અને હેર સ્ટાઈલ મહત્વની ભૂમિકા ભજવે છે. સ્ત્રીઓ વાળની કાળજી રાખવા માટે મોટી રકમનો ખર્ચ પણ કરે છે અને તેના માટે તમામ પગલા લે છે. આવામાં જો વાત કરવામાં આવે હેસ સ્પાની તો સ્ત્રીઓ દ્વારા હેર સ્પા કરાવવા તે સામાન્ય વસ્તું છે પરંતુ જાણકારો આ બાબતે કહે છે કે હેર સ્પા કરાવ્યા પછી સ્ત્રીઓએ કેટલીક વાતનું ધ્યાન રાખવું જોઈએ.
હેર સ્પા દરમિયાન તમારા વાળમાં ડીપ કન્ડીશનીંગ કરવામાં આવે છે. તેથી, સ્પા કર્યા પછી એક કે બે દિવસ સુધી વાળ ધોવા નહીં. તરત જ આવીને સ્નાન ન કરો. એકવાર તમારે તમારા વાળ ક્યારે ધોવા તે વિશે સૌંદર્ય નિષ્ણાતની સલાહ લેવી પડશે. જ્યારે પણ તમે શેમ્પૂનો ઉપયોગ કરો ત્યારે તેને પાતળું કરો એટલે કે થોડું પાણી ઉમેરો. તેનાથી તમારા વાળમાં ચમક જળવાઈ રહે છે.
હેર સ્પા કરાવ્યા પછી હેર સ્ટાઇલ ટૂલ્સ જેવા કે સ્ટ્રેટનર, કર્લર, બ્લોઅર્સ વગેરેનો ઉપયોગ કરવાનું ટાળો. જેના કારણે વાળને મળતું પોષણ તરત જ સમાપ્ત થઈ જાય છે. હેર સ્પા કરાવ્યા પછી તમારા વાળને ધૂળથી સુરક્ષિત રાખો. આ માટે જ્યારે પણ તમે ઘરની બહાર જાવ ત્યારે તમારા વાળને ચોરા અથવા અન્ય કપડાથી ઢાંકી લો.
ઉલ્લેખનીય છે કે હેર સ્પા તમારા વાળને પુનર્જીવિત કરવાનું કામ કરે છે. તે તમારા ક્ષતિગ્રસ્ત વાળને રિપેર કરે છે અને વાળને મુલાયમ બનાવીને ચમક લાવે છે. હેર સ્પા કરાવ્યા પછી તમારા વાળનો ગ્રોથ ઘણો સારો થાય છે.