Site icon Revoi.in

ચોમાસામાં આ રીતે રાખો કારની કાળજી, નહીં તો હજારો રૂપિયા ખર્ચવા પડશે

Social Share

દેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. આ વખતે ચોમાસા દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. આવામાં કાર ચાલકોએ વાહનનું ખાસ ધ્યાન રાખવું પડશે. ઘણા લોકો ચોમાસા દરમિયાન પોતાની કારની કાળજી લેતા નથી, જેના પરિણામે તેમને કારની એસેસરીઝ પર ભારે ખર્ચ કરવો પડે છે.

• વિન્ડશિલ્ડ વાઈપર્સનું ધ્યાન રાખો
વરસાદની સિઝનમાં કાર ચલાવવા માટે સારી વિઝિબિલિટી હોવી જરૂરી છે. આવામાં કારના વાઇપર્સનું સરખી રીતે કામ કરવું ખૂબ જરૂરી છે. કારના વાઈપર્સ ખરાબ રીતે કામ કરતા હોય તો રોડ પર મોટો અકસ્માત થઈ શકે છે. આવામાં વરસાદ દરમિયાન સુધારેલા વાઇપરના બ્લેડમાં કોઈપણ સમસ્યાને દૂર કરો.

• ટાયરનું ખાસ ધ્યાન રાખો
ચોમાસામાં રસ્તાઓ ભીના થઈ જાય છે. આવામાં ભીના રસ્તાઓ પર ઘણીવાર કાર કંટ્રોલ ગુમાવે છે અને લપસવા લાગે છે. આવામાં કારના ટાયર સરખા હોવા જરૂરી છે. બહાર નિકળતા પહેલા કારના ટાયર ચેક કરો અને જો કોઈ લીકેજ કે હવાનું દબાણ ઓછું હોય તો તરત જ રીપેર કરાવી લો.

• એસી ચેક કરો
ચોમાસા દરમિયાન કારની એસીનું સરખી રીતે કામ કરવું જરૂરી છે. કારની એસીને સાફ રાખો. સાથે ફિલ્ટરને નિયમિત રીતે સાફ કરો. આ રીતે સરખી રીતે સફાઈ કરવાથી એસીની ક્ષમતા વધી જાય છે અને વરસાદ દરમિયાન પૂરી ક્ષમતા સાથે ગરનીથી રાહત આપે છે. જો જરૂર હોય તો કારની એસીની સર્વિસ કરાવો.

• એર ફ્રેશનર
વરસાદને કારણે કારમાં અવારનવાર સ્ટફ વાતાવરણ સર્જાય છે. આવામાં કારમાં રાખેલી જરૂર વગરની વસ્તુઓને દૂર કરો. કારની કેબિનમાં સ્વચ્છ હવા માટે એર ફ્રેશનરનો પણ ઉપયોગ કરો.