- કપડાને કબાટમાં મૂકતા પહેલા ફિનાઈલની ગોળી રાખો
- કપડાને ભેજ ન લાગે તે માટે ખાનામાં પ્લાસ્ટિક બેગ પાથરવું
ચોમાસું એટલે ભેજવાળી ઋતુ,વરસાદના કારણે પકડા ગમે તેટલા સુકવ્યા બાદ પણ તેમાં એક પ્રકારની ભેજ સામેયીલ જોવા મળે છે, હાથમાં કપડા પકડતાની સાથે કપડા જાણે ઠંડા લાગશે અને ઘણી વખત કપડામાંથી ભેજની સ્મેલ પણ આવતી હોય છે, ગમે તેટલા કપડાને સુકવો છત્તા આ ફરીયાદ હોય જ છે,જ્યા સુધી કપડાને સુર્યના કિરણો એટકે તાપ ન લાગે ત્યા સુધી કપડા ભીના ભેજ વાળા જ લાગ્યા કરે છે, ત્યારે આજે આપણે વાત કરીશું કપડાને કબાટમાં ગોઠવતા પહેલા શું કરવું જેથી કપડામાંથી સ્મેલ ન આવે અને કપડા કોરા પણ રહે.
તમારા કપડા સુકાઈ ગયા હોય ત્યાર બાદ તેને ગેસ પર એક મોટુ વાસણ કે તમારું કે પછી કોઈ પણ મોટુ વાસંણ ગેસ પર ઊંધુ રાખીને ગરમ કરો, ત્યાર બાદ ઊંધા ભાગપર કપડાને રોટલીની જેમ શેકીલો, આમ કરવાથી કપડાની અંદર રહેલી ભેજ દુર થશે,આ પ્રયોગ તમે રોજ નહી પરંતુ જ્યારે તમને જલ્દીમાં કપડા પહેરવા હોય અને કપડા ભેજવાળા હોય ત્યારે કરી શકો છો.આમ કરવાથી કપડાની દુર્ગંઘ તો દૂર થશે જ સાથે પકડા પ્રેસ કર્યા હોય તેમ લાગશે.
કપડા સુકાઈ ગયા બાદ જ્યારે પણ તમે તેને કબાટમાં રાખો છો ત્યાર પહેલા તમારા કબાટના ખાનામાં પેપેર ગોઠવવાની આદત રાખો, પેપેર ગોઠવ્યા બાદ તેના પર પ્લાસ્ટિકની કોથળીઓ ગોઠવો, પ્લાસ્ટિકની પિચકરની લાંબી સીટ માર્કેટમાં મળે છે તેનો ઉપયોગ કરો,
કપડા જ્યારે તમે કબાટમાં ગોઠવી રહ્યા હોય ત્યારે જો તમારે પ્લાસ્ટિક ન પાથરવું હોય તો દરેક કપડાને રેડીમેટ જે પ્લાસ્ટિકની બેગ આવે છે તેમાં મૂકીને કબાટમાં ગોઠવો, આમ કરવાથી પણ કપડા ભેજથી દૂર રહેશે,આ રેડિમેટ પ્લાસ્ટિકની બેગ ચેઈન વાળી હોય છે જેમાં એક પેર કપડા આવી જાય છે, આ સલાથે જ મોટી બેગ પણ આવે છે જેમાં એક સાથે 4 થી 6 જોડી કપડા મૂકી શકાય છે.