રાત્રે સૂતી વખતે વાળની કાળજી રાખો,બેદરકારી રાખશો તો તૂટશે વાળ
- વાળની રાખો કાળજી
- રાત્રીના સમયે રાખો ધ્યાન
- વાળ ખરવાની સમસ્યાથી મળશે રાહત
વાળ ખરવાની સમસ્યા જેને પણ હોય તેને સૌથી વધારે ચિંતા થતી રહેતી હોય છે. વાળ ખરવાની સમસ્યાને કેટલાક લોકો દ્વારા તો નજરઅંદાજ કરી દેવામાં આવે છે પરંતુ તેને નજર અંદાજ કરવાથી પણ સમસ્યા તો વધે જ છે, આવામાં જો હવે આ સમસ્યાથી મુક્તિ મેળવવી હોય તો રાત્રીના સમયે આ કામ જરૂરથી કરવું જોઈએ.
મહિલાઓએ તો ખાસ કે જ્યારે તેઓ રાત્રીના સમયે સૂવાની તૈયારી કરે ત્યારે વાળને સીરમ લગાવવાનું ભૂલવું જોઈએ નહી. માર્કેટમાં ઘણા પ્રકારના સીરમ મળે છે અને તેના પરિણામ પણ સારા હોય છે તો રાત્રીના સમયે વાળમાં સીરમથી માલીશ કરો અને પછી જ સૂવાની તૈયારી કરો.
આ ઉપરાંત પણ વાળની કાળજી રાખવાના અનેક રસ્તા હોય છે, આવામાં કેટલીક સ્ત્રીઓ દ્વારા સાંજના સમયે વાળ ધોવામાં આવતા હોય છે. તો દરેક સ્ત્રીઓએ વાળને શેમ્પુ કરતી વખતે કંડિશનરનો પણ ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને તેમના વાળ સ્વસ્થ અને મૂલાયમ પણ રહે છે.
વાળને ભીના લઈને પણ સૂવાની આદત હોય તો તેને દૂર કરવી જોઈએ, ભીના વાળ લઈને સુવાથી શરીરને શર્દી થવાની તો સંભાવના રહે જ છે પરંતુ સાથે સાથે રાત્રીના સમયે વાળ તૂટવાની પણ સમસ્યા રહે છે. તો વાળને હંમેશા કોરા રાખવાનું પસંદ કરો જેથી કરીને હેરફોલની સમસ્યા થવાની સંભાવનાઓ પણ ઓછી થઈ જાય છે.