Site icon Revoi.in

શિયાળામાં પોતાની સાથે-સાથે ગાડીની પણ સંભાળ રાખો…

Social Share

દેશમાં મોટા ભાગની જગ્યાએ તાપમાન ઘણું નીચું છે. બીજા શબ્દોમાં કહીએ તો, તીવ્ર ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. તેથી તમારી સાથે સાથે તમારી ગાડીની પણ સંભાળ રાખો. જેથી જરૂર પડે ત્યારે આપળી સંભાળ રાખી શકે.
• બેટરી ચેકઅપ
આ ઋતુમાં ઓછા તાપમાનની સૌથી વધારે અસર ગાડીની બેટરી પર પડે છે. એટલા માટે તમારે ગાડીની બેટરી પર નજર નાખવી જોઈએ. ક્યાક એ ડિસ્ચાર્જ તો નથી થઈ રહી ને, જેના માટે ગાડીને ચાલું કરી જોઈ લો. જો તેને ચલાયે 8-10 દિવસ થઈ ગયા છે તો થોડા સમય ચાલું રહેવા દો.
• એન્જિન ઓઈલ
બીજી વસ્તુ, તમારી ગાડીને ચાલવામાં મદદ કરે છે. એ છે ઓઈલ. તેની મદદથી ગાડી સારું પરફોરમન્સ આપે છે. જો તે જુનુ થઈ ગયું છે તો તેને બદલી નાખો. સાથે તેની માત્રા પણ ચેક કરી લેવી જોઈએ.
• ટાયર પ્રેશર
શિયાળામાં તાપમાનમાં વધારો અને ઘટાડા સાથે ટાયરનું પ્રેશર પણ વધી-ઘટી શકે છે. તો તેને ચેક કરાવતા રહો.જેથી સારી માઈલેજની સાથે ટાયરોને પણ ઝડપથી બગડતા બચાવી શકાશે.
• લાઈટ
ખરાબ લાઈટ સાથે શિયાળામાં ડ્રાઈવિંગ વિશે વિચારવાનું પણ નકામું છે. જો કે રાત્રે કોઈપણ હવામાનમાં શક્ય નથી. પરંતુ ધુમ્મસને કારણે શિયાળમાં તેની જરૂર પડે છે. તેથી લાઈટ બરોબર કામ કરે છે તે ચેક કરાવી લેવું.
• વાઈપર
શિયાળામાં આ બન્ને ફીચર્સ જ ખૂબ કામ આવે છે. જે ધુમ્મસ દરમિયાન કાચ સાફ કરવામાં કામ આવે છે. આ પણ સારા હોવા જરૂરી છે.