Site icon Revoi.in

શિયાળાની ઋતુમાં વૃદ્ધોનું ખાસ ધ્યાન રાખો, ઠંડીમાં તેમની સ્થિતિ સારી રહેશે

Social Share

હાલમાં ભારે ઠંડી પડી રહી છે. આ ઋતુની સૌથી ખરાબ અસર આપણા વડીલો પર પડે છે. શિયાળાની ઋતુમાં ઘરના વડીલો બાળકોની જેમ લાચાર બની જાય છે. કેમ કે ઓછી રોગ પ્રતિકારક શક્તિ હોવાથી સૌથી પહેલા તેમના પર શરદી હુમલો કરે છે. એવામાં આપણી ફરજ બને છે, કે આપણે તેમની કાળજી રાખીએ.

શિયાળામાં, વડીલોના રૂમ ગરમ રાખવાનો પ્રયાસ કરો. રૂમમાં ઈલેક્ટ્રિક સાધન એટલે કે હીટર વગેરે વડે રૂમને દરરોજ થોડો સમય ગરમ કરો. એક એવું હીટર લાવો જે ઓક્સિજન બર્ન કરતુ નથી, આ માટે ઓઈલ હીટર વધારે સારૂ છે. તેમના રૂમની બારીઓ અને દરવાજા બંધ રાખવા જોઈએ જેથી ઠંડી હવા તમને પરેશાન ન કરે.

શિયાળામાં વૃદ્ધોનું શરીર જામ થઈ જાય છે. તે બધા કામ ધીમે ધીમે કરે છે. જેથી તેમના શરીરમાં ગરમી આવી શકતી નથી, તેમજ તેઓ યોગ્ય કસરત કરી શકતા નથી. જેના કારણે શરીર ભરાવા લાગે છે, અને સાંધાનો દૂખાવો વધી જાય છે. એટલા માટે તેમની પાસે રોજ થોડી હળવી કસરત કરાવવી જરૂરી છે. તેનાથી તેમનું શરીર ખુલી જશે.

વૃદ્ધોની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે, જેના કારણે શરદી પહેલા તેમના છાતી પર હુમલો કરે છે. એવામાં છાતીમાં જકડવું, ઉધરસ અને શરદી તેમના માટે ખરાબ બની જાય છે. તેથી તેમને દરરોજ વરાળ આપવી જોઈએ, જેથી તેમની છાતી અને નાક ખુલ્લા રહે. આ છાતીમાં જકડતા અટકાવે છે. અને હાઈપોથેમિયાના હુમલાનું જોખમ ઘટાડે છે. વૃદ્ધોના શરીરની અને ખાસ કરીને સાંધાઓની માલિશ કરવી જોઈએ. એનાથી તેમના શરીરમાં લોહીમું સંચાલન સારી રીતે થાય.