આંખોને એક્ટ્રેકટિવ બનાવવા મેકઅપ કરતી વખતે આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખો
દરેક યુવતી ઈચ્છે છે કે તે સુંદર દેખાઈ ,ચહેરાની સુંદતા ખાસ કરીને આંખોથી આકર્શક બને છે, જો તમારી આંખોને વધુ આકર્ષક બનાવી હોય તો તમારે આમખો માટે કાજલ, આઈલાઈનર અને આઈશેડોનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે.જો આ ત્રણ વસ્તુઓ તમે પરફેક્ટ લગાવશો તો તમારી આંખો કુદરતી રીતે જાણે સુંદર હોય તેવી લાગશે.
1 આઈલાઈનર
જ્યારે પણ તમે મેકઅપ કરો ત્યારે આઈલાઈનર લગાવાનું ન ભૂલો, ્ને બને ત્યા સુધી તમારા પર જેવી શૂટ થાય તેવી લાઈનર લગાવો
2 ડાર્ક સર્કલ છૂપાવો
ડાર્ક સર્કલ્સને ઘટાડવાથી લઇને ત્વચાને હાઈડ્રેટ અને નરમ રાખવા સુધી, અંડર-આઇ ક્રીમ અપ્લાય કરી શકો છો. તે ડાર્ક સર્કલને ઘટાડવામાં મદદ કરે છે અને ત્વચાને હાઈડ્રેટેડ અને સુંદર બનાવવામાં મદદ કરે છે.
3 કાજલ
જો તમને કાજલ પલંદ હોય તો તમે ઓકેશન પ્રમાણે કાજલ ડાર્ક લગાવી છે કે લાઈટ લગાવી છે તે પસંદ કરી શકો છો. કાજલ આંખને વધુ યાકર્ષક બનાવવામાં મદદરુપ બને છે.
4 આઈશેડો
આઈશેડો જે તમારી આંખોને વધુ આકર્ષક લૂક આપે છે તે માટે તમારે તમારા કપડાના મેચિંગમાં 2 થી 3 કલરમાં આઈશેડોની પસંદગી કરી શકો છો, આ સાથે જ આજકાલ સ્પાર્કલ આઈશેડો ટ્રેન્ડમાં છે તે પણ લગાવી શકો છો.