Site icon Revoi.in

ચોમાસામાં તમારા પગની ખાસ આ રીતે રાખો કાળજી, આ ઘરેલું ટિપ્સને ફોલો કરીને પગની સુંદરતા વધારી શકો છો

Social Share

સોમાસામાં આપણા પગ પાણીમાં વધુ રહેતા હોય છે ઘણી વાર વઘારે પડતા પાણીમાં પગ રહેવાથી પગમાં સળો લાગવાની કે ફોલ્લી થવાની અથવા ચામડીઓ નીકળવાની  ફરિયાદ થતી હોય છે જો કે આવી સ્થિતિમાં તમારે ઘરે રહીને તમારા પગની કાળજી રાખવાની છે,ભલે તમે બહાર પાણીમાં જાવો પરંતુ સમય કાઢીને આ 4 થી 5 ટિપ્સ જો ફોલો કરશો તો તમારા પગ સુંદર બનશે.

1 પગને ગરમ પાણીમાં પલાળો

અઠવાડિયામાં 1 વખત રાત્રે સુતા વખતે પગને ગરમ પાણીમાં 10 મિનિટ સુધી પલાળીને હળવા કોટનના કટકાથી પગની સ્કિનને સાફ કરો જેથી ભીની થયેલી સ્કિન રિમૂવ થી જશે 

2 બદામના તેલથી માલિશ કરો

ભલે તમે ગમે તેટલા પાણીમાં જઈને આવ્યા હોવ પરંતુ 15 દિવસમાં 1 વખત તમારે રાત્રે સુતા પહેલા પગની એડીઓ અને તળીયા પર બદામના તેલથી 15 થી 20 મિનિટ સમાજ કરવાનું રાખવું જોઈએ ,ત્યાર બાદ મોજા પહેરીને સુઈ જવું સવારે હળવા ગરમ પાણીએ પગ ઘોઈલેવા

3 ફ્રૂટ કે વેજીસના પલ્પથી મસાજ કરો જેમાં કાકડી, પપૈયું ખાસ છે

કાકડીને પાણીથી ભરપૂર તત્વ માનવામાં આવે છે. તેને ત્વચા પર લગાવવાથી તે લાંબા સમય સુધી હાઈડ્રેટ રહે છે. કાકડીમાંથી ફુટ માસ્ક બનાવી  પગ પર લગાવાથી પગની ત્વચા કોમળ બને છે.આ સાથએ જ પાકા પપૈયાને ક્રશ કરીલો, તેમાં 2 ચમચી મધ એડ કરીદો, હવે આ પેસ્ટથી તમાપા પગની સ્કિન પર મસાજ કરો, આમ કરવાથી પગની સ્કિન સરસ થી જશે.

4 મધ અને ગુલાબજળથી મસાજ

ઘણી વખત પગ ભીના થી થઈને તેમાંથી વિછળી ગંદી સ્મેલ આવે છે આવું ત્યારે બને છે જ્યારે પગની એડી વધારે ઊંડી રીતે ફાટી હોય આવી સ્થિતિમાં 1 ચમચી મધ અને ગુલાબજળ મિક્સ કરીને પગની એડીમાં મસાજ કરવું જોઈએ જેનાથી એડી સોફ્ટ બને છે અને ફાટેલી એડી સારી થાય છે.