તમારા વાળમાં આવતી સ્મેલ અને પસીનામાં આ ઉપચારની લો મદદ, મળશે તમને આ સમસ્યામાં ફાયદો
જે લોકોને શરીરમાં ગરમી વધુ થાય છે તેના કારણે વાળમાં પસીનો થતો હોય છે પરિણામે આ પસિનાથી વાળમાં ખૂબ ખંજવાળ આવે છે અને હેરાન પરેશાન થઈ જવાય છે, એમા પણ જો આપણે ઓફિસમાં કે કોઈ જાહેર પ્લેસ પર હોઈએ ત્યારે શરમ પણ અનુભવાય છે, જો કે તમને હવે આ સમસ્યામાંથી છૂટકારો મેળવવાનો ઉપાય જાણીશું .
વાળમાં આવતો પસીનો અને ખંજવાળને દૂર કરવાના ઉપાય
બેકિંગ સોડા ખંજવાળ માટે બેસ્ટ ઓપ્શન છે, એક વાટકીમાં 4 થી 5 ચમચી બેકિંગ સોડા લો અને ત્યાર બાદ તેમાં પાણી નાખીને પેસ્ટ બનાવી હેરમાં લાગાવી દો, 10 મિનિટ બાદ હેરવોશ કરીલો આમ કરવાથી ખંજવાળ દૂર થાય છે.
નવરાશની પળોમાં તમારા વાળમાં એલોવેરા જેલનું મસાજ કરવાનું રાખો,તમારા બોડીમાં ગરમી હોય તો તમે મેહંદી પણ વાળમાં લગાવી ળકો છો તેનાથી ખંજવાળની સમસ્યા ઓછી થાય છે.
આ સાથે જ રાતે મેથીને પાણીમાં પલાળી દો સવારે મેથીને પીસી લો અને તેમાં દહીં એડ કરીને પેસ્ટ બનાવી તમારા વાળમાં લગાવ ોા પેસ્ટ વાળમાં 20 મિનિટ સુધી રહેવાદો આમ કરવાથી ખંજવાળ પમ ાવતી નથી અને વાળમાં થતો પસીનો ઓછો થાય છે.
જો તમે ઘરનમી બહાર નીકળો છો ત્યારે ખાસ કોટનનો દુપટ્ટો વાર પર બાંધવાનું રાખો જેથી પસીનો ઓછો થાય, અને વાળ ઘોયા બાદ તેને પુરેપુરા કોરો કરવાનું રાખો
જ્યારે વાળ ભીના હોય ત્યારે તેને બાંધી લેવા નહી, અને રોજ રાત્રે સુતા વખતે કોળા વાળમાં હબેર ઓઈલ કરીને સુવું તમે ઈચ્છો તો સવારે વાળ વોશ કરી શકો છો જેનાથી પસીનાની ફરીયાદ ઓછથી થશે
ગરમીના દિવસોમાં એક દિવસ છોડીને દર ત્રીજા દિવસે હેરવોશ કરવા જોઈએ જેથી વાળમાં દૂર્ગંઘ ન આવે
લીબું પણ વાળ માટે બેસ્ટ ઓપ્શન છે, લીંબુમાં ઉપસ્થિત એન્ટીસેપ્ટિક ગુણોના કારણે તમે તેનો ઉપયોગ માથાની ખંજવાળ દૂર કરવા માટે કરી શકો છો.માથાની ત્વચા પર લીબુંનો રસ લગાવવાથી ખંજવાળ મટે છે અને પસીનો આવતો પણ બંધ થાય છે.લીબુંનો રસને સ્કેલ પર લગાવી 10 મિનિટ રહેવાદો ત્યાર બાદ વાળ વોશ કરીલો