Site icon Revoi.in

આ ચીજોને પાણીમાં નાખીને લો નાસ,તો તમને થશે ફાયદો

Social Share

આ દિવસોમાં દેશમાં તમામ ભાગોમાં કોરોના ઝડપથી પ્રસરી રહ્યો છે.કોવિડ પોઝિટીવ દર્દીઓની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે.ચિંતાજનક બાબત એ છે કે, કોરોનાની બીજી લહેર આખા પરિવારને પોતાની ચપેટમાં લઇ રહી છે. આને કારણે લોકો પરેશાન છે અને બચાવ માટે તમામ સંભવિત પગલા લઈ રહ્યા છે.

આમાંના ઉપાયોમાં એક છે નાસ લેવો. આજકાલ હોસ્પિટલોમાં પણ કોવિડ દર્દીઓને નાસ આપવામાં આવી રહ્યા છે. કોરોના સામેની લડાઈમાં ડોકટરો સ્ટીમ ઇન્હેલેશનને ખૂબ અસરકારક માને છે અને કોરોના દર્દીઓ ઉપરાંત આ મહામારીના બચાવ માટે ઓછામાં ઓછા બે વાર નાસ લેવા સલાહ આપવામાં આવે છે. તો,ચાલો જાણીએ કે નાસ લેવા માટે કઈ બાબતો તમારા માટે ફાયદાકારક હોઈ શકે છે અને તેના માટે કઈ યોગ્ય રીત છે.

નાસ લેવા માટે સૌથી વધુ સારું છે કે તમે નીલગિરીના તેલનો ઉપયોગ કરો. તેનાથી શરદી,ઉધરસ,સાઇનસ અને ફેફસાની સમસ્યા માટે તે ખૂબ અસરકારક માનવામાં આવે છે. તે માટે પાણીમાં તેના થોડા ટીપા નાખીને તમે નાસ લઇ શકો છો.જો નીલગિરીનું તેલ ન હોય તો તમે લીંબુ અથવા નારંગીની છાલ,આદુ,અજવાઇન,તજ,ટી-ટ્રી ઓઈલ અથવા લીમડાના પાનનો પણ ઉપયોગ કરી શકો છો. આ સિવાય કાર્વોલ પ્લસ કેપ્સ્યુલ પાણીમાં નાખીને પણ નાસ લઈ શકાય છે.

ખરેખર,નાસ નાક અને ગળામાં જઈને મ્યુક્સને પાતળા કરવામાં મદદ કરે છે. આ સિવાય નાસ લેતી વખતે પાણીમાં નાખવામાં આવતા તેલ અને હર્બ્સમાં એન્ટિમાઇક્રોબિયલ હોય છે,જે શરીરમાં બેક્ટેરિયા અને વાયરસને મારવામાં અસરકારક માનવામાં આવે છે. જો કે, ડબલ્યુએચઓ અથવા ડીઝની કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન તરફથી આ ધારણાની પુષ્ટિ થઈ નથી. પરંતુ ડોકટર કોરોનાની આ જંગમાં નાસને ખુબ જ અસરકારક માની રહ્યા છે.

નિષ્ણાતોનું માનવું છે કે,રાતે સુતી વખતે અને સવારે ઉઠ્યા પછી નાસ જરૂરથી લેવો જોઇએ. તે સમયે શરીરમાં કફનો વધુ ફેલાવો હોય છે. એવામાં નાસ લેવાથી ગળા અને ફેફસામાં કફ એકઠા થઈ જાય છે અને તે સરળતાથી બહાર આવે છે. આ સિવાય દિવસમાં એકવાર નાસ  લેવામાં આવે તો વધુ સારું છે. એકવારમાં ઓછામાં ઓછી 10 થી 15 મિનિટ નાસ લેવો વધુ ફાયદાકારક છે

નાસ લેવા માટે,તમે એક વાસણમાં પાણી ઉકાળો અને તેમાં ઉપર જણાવેલ હર્બ અથવા નીલગિરી તેલના થોડા ટીપાં નાખો. તે પછી પાણીને સારી રીતે ઉકાળો. પછી માથા ઉપર ટુવાલ મૂકીને નાસ લો.. અને નાસ લીધા પછી 15 થી 20 મિનિટ સુધી કોઈની સાથે વાતચીત ન કરો. આજકાલ નાસ લેવા માટે બજારમાં સ્ટીમર પણ ઉપલબ્ધ છે