- ઠંડીમાં શીંગોડા ખાવાથી માસપેશીઓ મજબુત થાય છે
- સ્વાસ્થ્ય માટે પોષ્ટિક અને વિટામીન યૂક્ત હોય શિંગોડા
- કમરના દુખાવામાં આરામ મળે છે
શિયાળાની ઋતુમાં ઘરે ઘરમાં અનેક અવનવા વાસમા કે પાક ખવાતા હોય છે જેમાં ખજૂર, ગોળ, સૂંઠ, બત્રીસુ, ગુંદર, કોપરા અને શિંગોડાના લોટ જેવી સામગ્રીઓથી ભરપુર હોય છે, શિયાળીની અતિશય ઠંડીમાં શરીરમાં ગરમાટો જાળવી તે ખુબ મહત્વનું છે જેને લઈને આ પ્રકારના ગરમ ખોરાક ખાવામાં આવતા હોય છે.
શિયાળામાં ખાસ કરીને શિંગોડાનું સેવન કરવું પણ ખુબ જરુરી છે, શિંગોડા ખાવાથી શરીરની માસપેશીઓ મજબુત બને છે,જે સ્વાસ્થ્ય માટે પોષ્ટિક અને વિટામીન યૂક્ત હોય છે, આ સાથે જ શિંગાડાના બદલે તેનો લોટ પણ ઉપયોગમાં લઈ શકાય છે. ખાસ કરીને શિંગોડાના લોટનો શીરો, રાબ બનાવીને ખાઈ શકાય છે.
શિંગોડમાં વિટામીન ,એ, બી અને સી ભરપુર માત્રામાં સમાયેલા હોય છે,ખનીજ અને કાર્બોહાઇડ્રેટના ગુણોથી પણ ભરપૂર હોય છે. આયુર્વેદમાં પણ શિંગોડાના ગુણોને ખજાનો ગણવામાં આવે છે.
ખાસ કરીને શિંગોડા અસ્માના રોગિઓ માટે ફાયદાકારક હોય છે. એક ચમચી શિંગોડાના લોટને ઠંડા પાણીમાં મિક્સ કરીને ખાવાથી અસ્માના દર્દીઓને રાહત મળે છે.આ સાથે જે લોકોને બવાસીરની સમસ્યા હોય છે તેમણે કાચા શિંગોડા નિયમિત ખાવા જોઈએ જેથી તેઓને રાહત મળે છે, કાચા શિંગોડાના લોટની રોટલી પણ ખાઇ શકો છો.તે પણ ખુબજ ફાયદા કારક છે, જ્યારે વગર સીઝને શિંગોડા ન મળે ત્યારે કાંચો લોટ ઉપયોગમાં લઈ શકાય છે.
આ ઉપરાંત શિંગોડા ખાવાના બીજા અનેક ફાયદાઓ છે, જેમ કે,જે મહિલાઓનું ગર્ભાશય નબળું હોય છે, તે નિયમિત કાચા શિંગોડા ખાય તો તેમાં ફાયદો થાય છે,શિંગોડાને પીસીને એની પેસ્ટ શરીરમાં બળી ગયેલા ભાગ પર લગાવો. દુખાવામાં આરામ મળે છે.જો માંસપેશિઓ નબળી હોય તો તેમાં પણ ફાયદા થાય છે, શિંગોડા પિત્ત અને ખફનો પણ નાશ કરવાની ક્ષમતા ધરાવે છે.