- 14 વપર્ષના કિશોરે પ્રાપ્ત કરી ખાસ સિદ્ધી
- શતરંજની રમતમાં દેશનો 67મો ગ્રેન્ડમાસ્ટર બન્યો
દિલ્હીઃ-ગુરુવારે ભારતીય ચેસ ગ્રાન્ડમાસ્ટરની સંખ્યામાં એક વધારો થયો છે. ગોવાના 14 વર્ષીય ચેસ ખેલાડી લિયોન મેન્ડોંકા ઇટાલીમાં ત્રીજા અને છેલ્લા નોર્મ પ્રાપ્ત કર્યા પછી ભારતના 67 માં ગ્રાન્ડમાસ્ટર બન્યો છે. મેન્ડોન્કાએ 14 વર્ષ, નવ મહિના અને 17 દિવસમાં આ સિદ્ધિ મેળવી છે.
આ કિશોરે પ્રથમ ગ્રાન્ડમાસ્ટર નોર્મ ઓક્ટોબરમાં રિઝો ચેસ જીએમ રાઉન્ડ રોબિન ખાતે પ્રાપ્ત કર્યો. નવેમ્બરમાં, નોર્મ બુડાપેસ્ટમાં બીજો અને ઇટાલીના વેરજાની કપમાં ત્રીજો નોર્મ મેળવ્યો છે. તે ઇટાલીની ટૂર્નામેન્ટમાં યુક્રેનની વિતાલી બર્નાડસ્કી પછી બીજા સ્થાને રહ્યો હતો.
મેન્ડોન્કા અને તેના પિતા લિન્ડોન કોરોના મહામારી બાદ માર્ચ મહિનામાં લોકડાઉનને કારણે યુરોપમાં જ ફસાયા હતા. આ સમય દરમિયાન તેણે ઘણી ટૂર્નામેન્ટોમાં ભાગ લીધો અને ગ્રાન્ડમાસ્ટર બનવાની નજીક આવ્યો. મેન્ડોન્કાએ માર્ચથી ડિસેમ્બર સુધીમાં 16 ટૂર્નામેન્ટ રમી હતી અને તેની ઇએલઓ રેટિંગ 2452 થી વધીને 2544 થઈ ગઈ છે.
સાહિન-