તાલિબાનીઓને મોટો ઝટકોઃ પંજશીર પર હુમલો કરવા આવેલા 350 તાલિબાનીઓ ઠાર, કેટલાકને બનાવ્યા બંધક
- તાલિબાનોને મળી મ્હાત પંજશીર સામે
- હુમલો કરવા ગયેલા તાલિબાનોમાં 350 ને ઠાર કરાયા
- 40 જેટલા તાલિબાનીઓને બનાવ્યા બંધક
દિલ્હીઃ- તાલિબાનીઓ દ્વારા કાબુલ પર હુમલો કર્યા બાદ પણ તાલિબાન પોતાની આતંકી પ્રવૃત્તિઓને સતત અંજામ આપી રહ્યું છે. અમેરિકાની સેનાના પરત ફર્યા બાદ અફઘાનિસ્તાનના પંજશીર પ્રાંતમાં તાલિબાન અને ઉત્તરી ગઠબંધન વચ્ચેનું ચાલતું યુદ્ધ તીવ્ર બન્યું છે.ત્યારે પ્રાતં પંજશીરમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા તાલિબાનને હવે મોટો ઝટકો લાગ્યો છે.
તાલિબાનીઓના સેંકડો લડવૈયાઓ પંજશીર દ્રારા મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. અહેમદ મસૂદના નેતૃત્વમાં ઉત્તરી ગઠબંધને ટ્વિટર કરીને દાવો કર્યો હતો કે 350 તાલિબાન લડવૈયા ઠાર કરાયા છે. બીજી બાજુ, તાલિબાને બુધવારે કહ્યું હતું કે પંજશીર પ્રાંતના નેતાઓ સાથેની વાતચીત નિષ્ફળ રહી છે. ઉલ્લેખનીય છે કે હાલ પણ અફઘાનિસ્તાનમાં પંજશીર એકમાત્ર એવું પ્રાંત જોવા મળે છે કે જે હજુ પણ તાલિબાનના નિયંત્રણથી મુક્ત છે.
નોર્ધન એલાયન્સે એક ટ્વિટમાં 350 તાલિબાનને ઠાર માર્યા હોવાનો દાવો કર્યો છે. ઉત્તરી ગઠબંધને કહ્યું કે, “ગત રાત્રે ખાવક વિસ્તારમાં હુમલો કરવા આવેલા 350 તાલિબાન લડવૈયા માર્યા ગયા છે, જ્યારે 40 થી વધુને પકડીને બંધક બનાવવામાં આવ્યા છે.” આ દરમિયાન એનઆરએફ ને ઘણા અમેરિકન વાહનો, હથિયારો અને દારૂગોળો મળ્યો છે. તે જ સમયે, એક સ્થાનિક પત્રકારના ટ્વિટ પરથી મળતી માબિતી પ્રમાણે અફઘાનિસ્તાનના પંજશીરના પ્રવેશદ્વાર પર ગુલબહાર વિસ્તારમાં તાલિબાન લડવૈયાઓ અને નોર્ઘન એલાયન્સ લડવૈયાઓ વચ્ચે એન્કાઉન્ટર થયું છે.
બીજી તરફ તાલિબાને પંજશીરને ચારેય બાજુથી ઘેરીને અહીંના સૃથાનિક નેતાઓને સંદેશો મોકલતા કહ્યું છે કે અમે વિનંતી કરીએ છીએ કે પંજશીરના લોકો આત્મસમર્પણ કરી દે.અમે કોઇ પણ પ્રકારની હિંસા નથી ઇચ્છતા, અમેરિકા અને અફઘાનિસ્તાન સૈન્યને હરાવી છે તો પંજશીર કોઇ મોટી વાત છે. આ પહેલા પણ તાલિબાનીઓના સંદેશને પંજશીરના નેતાઓએ ફગાવ્યો હતો, તાલિબાન તેમને ઈસ્લામિક અમિરાતમાં સામેલ થવાની અપીલ કરી રહ્યું છે.