અફઘાનિસ્તાનની સત્તા સંભાળ્યા બાદ વધુ આક્રમક બન્યું છે તાલિબાન – પશ્વિમી દેશોએ આ બાબતે ચિંતા વ્યક્ત કરી
- તાલિબાન બની રહ્યું છે વધુ ક્રુર
- અફઘાનિસ્તાન ના લોકો જીવી રહ્યા છે ડરામણું જીવન
દિલ્હીઃ- તાલિબાની કરતુતથી તે વિશ્વભરમાં નિંદાને પાત્ર બન્યું છે ત્યારે જ્યારથી તાલિબાન શાસન અઘાનિસ્તાનમાં આવ્યું છે ત્યારથી અફઘાનિસ્તાનની સ્થિતિ કથળી રહી છે.અહીં વસતા લોકો સતત ભયમાં જીવી રહ્યા છે, ત્યારે હ્યુમન રાઈટ્સ વોચે તેના રિપોર્ટમાં જે ખુલાસો કર્યો છે તે ખૂબ જ ચોંકાવનારો છે.
રિપોર્ટ પ્રમાણે મળતી જાણકારી અનુસાર અફઘાનિસ્તાનમાં સત્તા પર આવ્યા બાદ તાલિબાન લડવૈયાઓએ 100થી વધુ ભૂતપૂર્વ પોલીસ અને ગુપ્તચર અધિકારીઓને મારી નાખ્યા છે અથવા બળજબરીથી ગાયબ કરી દીધા છે.આમ તાલિબાની સતત આકંતી પ્રવૃત્તિને અંજામ આપીને અફગાનના લોકોનું જીવન જીવવું મુશ્કેલ કરી રહ્યા છે.
રજૂ કરવામાં આવેલા આ અહેવાલ બાદ પશ્ચિમી દેશોએ તાલિબાનને કડક ચેતવણી આપી છે. અમેરિકા, યુરોપિયન યુનિયન, કેનેડા અને બ્રિટન સહિતના પશ્ચિમી દેશોએ કહ્યું કે તેઓ તાલિબાનની કાર્યવાહીનું મૂલ્યાંકન કરવાનું ચાલુ રાખશે. પશ્ચિમી દેશોએ કહ્યું કે તાલિબાનની કથિત કાર્યવાહી માનવ અધિકારોનું ગંભીર ઉલ્લંઘન છે. તેની વહેલી તકે તપાસ થવી જોઈએ. તાલિબાને માનવાધિકાર સંગઠનના આ રિપોર્ટ પર જલદીથી સ્પષ્ટતા કરવી જોઈએ. પશ્ચિમી દેશોનું આ નિવેદન હ્યુમન રાઈટ્સ વોચ દ્વારા 25 પાનાનો અહેવાલ જાહેર કર્યાના દિવસો બાદ આવ્યું છે.
પશ્ચિમી દેશોએ કહ્યું કે નોંધાયેલા કેસોની તપાસ તાત્કાલિક અને પારદર્શક રીતે થવી જોઈએ, જવાબદારોને જવાબદાર ઠેરવવા જોઈએ. પશ્ચિમી દેશોએ કહ્યું કે તાલિબાને તાત્કાલિક ભૂતપૂર્વ સૈન્ય અધિકારીઓની હત્યા બંધ કરવી જોઈએ, નહીં તો અમે કાર્યવાહી કરવા મજબૂર થઈશું. અમે તાલિબાન દ્વારા કરવામાં આવેલી દરેક કાર્યવાહીનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ.
ઉલ્લેખનીય છે કે આ નિવેદન જારી કરનારા દેશોમાં યુનાઇટેડ સ્ટેટ્સ, ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, બલ્ગેરિયા, કેનેડા, ડેનમાર્ક, યુરોપિયન યુનિયન, ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, જાપાન, નેધરલેન્ડ, ન્યુઝીલેન્ડ, નોર્થ મેસેડોનિયા, પોલેન્ડ, પોર્ટુગલ, રોમાનિયા, સ્પેન, સ્વીડન, સ્વિટ્ઝર્લેન્ડ, યુનાઇટેડ કિંગડમ અને યુક્રેનનો સમાવેશ થાય છે.