- તાલિબાને પુરુષો માટે બનાવ્યો નવો કાયદો
- દાઢી વગરના પુરુષોને ઓફીસમાં આવવા પર પ્રતિબંધ
દિલ્હીઃ- તાલિબાને જ્યારથી અફઘાનિસ્તાન પર પોકતાનો કબ્જો જમાવ્યો છે ત્યારથી અફઘાનની પ્રજા પર તેમના અત્યાચાર સામે આવી રહ્યા છે, તાલિબાનીઓ દ્રારા મહિલાઓ પર સખ્ત કાયદાઓ લાદવામાં આવી રહ્યા છે તો હવે આ શ્રેણીમાં પુરુષો પણ બાકી રહ્યા નથછી, તાલિબાને હવે ઓફીસમાં કામ કરતા પુરુષો માટે નવો કાયદો બનાવ્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે હવેથી જે ઓફીસના કર્મચારીઓની દાઢી નહી હોય તેઓને ઓફીસની અંદર આવવા પર પ્રતિબંધ રાખી દીધો છે, એઠલે કે દાઢી વગરના પુરુષો ઓફીસમાં કામ કરી શકશે નહી, વિતેલા દિવસને સોમવારે અફઘાનિસ્તાનમાં દાઢી વગરના સરકારી કર્મચારીઓને ઓફિસમાં પ્રવેશવા દેવાયા નહોતા.
એક મીડિયા એહવાલ પ્રમાણે અફઘાનિસ્તાનના ઇસ્લામિક અમીરાતના સદ્ગુણ અને નિવારણ મંત્રાલયના પ્રતિનિધિઓએ નાણા મંત્રાલયના કર્મચારીઓને ગેટ પર રોકી દીધા હતા અને કારણ એજ હતું કે આ પુરુષો દાઢી વગરના હતા,ઉલ્લેખનીય છે તે તાલિબાનીઓ પોતાના અત્યાચાર માટે સરીયતને આગળ રાખીને આવા કાર્યો કરતા હોય છે.
આ સાથે જ તાલિબાનીઓ દ્રારા ટોપી પહેરવાનું પણ ફરજિયાત કરાયું છે.જો કે આ વાતને તાલિબાનીઓએ નકારી છે કે તેમણે દાઢી વિનાના પુરુશોને મંત્રાલયમાં આવતા અટકાવ્યા હતા.આ સાથે જ તાલિબાનના સમર્થકોએ પણ આ નિર્ણયની નિંદા કરી છે. કારણ કે ઈસ્લામે ક્યારેય લોકોને દાઢી રાખવાની ફરજ પાડી નથી. તાલિબાને પણ અફઘાનિસ્તાનમાં હેર ડ્રેસર્સને દાઢી કપાવવા અથવા કાપવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.
ઉલ્લેખનીય છે કે તાલિબાનીઓ એ મહિલાઓના એકલા મુસાફરી કરવા પર પણ પ્રતિબંધ લાગ્વયો છે આ સાથે જ મહિલાઓ માટે બુરખો પણ ફરજિયાત કર્યો છે.