અફઘાનના કંઘાર એરપોર્ટ પર અમેરિકાનું હેલિકોપ્ટર ઉડાવતા જોવા મળ્યા તાલિબાનીઓ
- અમેરિકાનું હેલિકોપ્ટર કંઘાર એરપોર્ટ પર દેખાયું
- તાલિબાનીઓના હાથે આવ્યું આ હેલિકોપ્ટર
દિલ્હીઃ-અફઘાનિસ્તાનમાં તાલિબાને કબ્જો કર્યા બાદ તાલિબાનના હાથમાં અફઘાન આવતા જ અશાંતિ ફેલાયેલી જોવા મળએ છે. અફઘાનના લોકો તાલિબાનના લોકોથી હેરાન પરેશાન થઈને પોતાનું જીવન જીવી રહ્યા છે. તાલિબાનના ખુંખાર આતંકીઓ લોકોમાં ભય ઉત્પન્ન કરી રહ્યા છે. જેને લઈને ભારત અને અમેરિકા સહિત તમામ દેશો ત્યાં રહેતા અહીંના નાગરિકોની સુરક્ષાને લઈને ચિંતા જતાવી રહ્યા છે.
મળતી માહિતી પ્રમાણે તાજેતરમાં જ એમેરિકાનું એક હેલિકોપ્ટર તાલિબાનના હાથે લાગ્યું હગોવાના એહેવાલ મળી રહ્યા છે, તાલિબાની અમેરિકન હેલિકોપ્ટર ઉડાવતા જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે. અફઘાનિસ્તાનમાં કબ્જો કર્યાપછી તાલિબાનોએ અહીંના સંસાધનો પર પણ પોતાની હુકુમત જમાવી છે, આ સાથે જ હવે તેઓ સરકાર રચવાની સંપૂર્ણ તૈયારી હેઠળ જોવા મળી રહ્યા છે,
અમેરિકી સેનાના કેટલાક સંસાઘનો હને તાલિબાનના હાથે લાગતા તે તેનો ઉપયોગ કરતા જોવા મળ્યા છે,તાલિબાન હવે અહીંના લોકોને ડરાવીને લોકો પર રાજ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, અનેક લોકોની બેરહમીથી હત્યા કરી રહ્યા છે,તાલિબાન આતંકવાદી પદ્ધતિઓનો ઉપયોગ કરીને “રાષ્ટ્ર પર શાસન કરવાનો પ્રયત્ન કરતા જોવા મળે છે.
મળતી માહિતી પ્રમાણે અહીંની મહિલાઓ પર તેઓ દાદાગીરી કરી રહ્યા છે, તાલિબાન અંદરાબમાં લોકોનાં ઘરોની ગેરવાજબી તલાશીઓ કરી રહ્યા છે, કારણ વગર લોકોને પકડી રહ્યા છે અને નિર્દોષ નાગરિકોની હત્યા કરી રહ્યા છે,ત્યારે આ મામલે સતત વિશઅવના દેશોએ ચિંતા જતાવી છે.