- તાલિબાન પોતાની નિંદાથી ગભરાયું
- મીડિયા રિપોર્ટીંગ પર લગાવ્યો પ્રતિબંધ
દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી અફઘાન પર કબજો જમાવેલા તાલિબાનોની વિશ્વભરમાં નિંદા થઈ રહી છે.ત્યારે હવે પોતાના કરેલા કર્મોથી તાલિબાનને ડર લાગી રહ્યો છે, જેને લઈને તાલિબાનના માહિતી અને સંસ્કૃતિ મંત્રાલયે મીડિયા રિપોર્ટિંગ પર પ્રતિબંધ લગાવ્યો છે.અને કહેવામાં આવ્યું છે કે મીડિયાને ઈસ્લામ વિરુદ્ધ કોઈ પણ પ્રકારનું રિપોર્ટિંગ કરવા દેવામાં આવશે નહીં. તાલિબાન નેતૃત્વની ટીકા કરી શકાય નહીં.
હ્યુમન રાઇટ્સ વોચ ગ્રુપના એશિયા પ્રદેશના સહયોગી નિર્દેશક પેટ્રિશિયા ગોસમેને જણઆવ્યું હતું કે: “તાલિબાનના હુકમનામું મુજબ, મીડિયાએ કોઈપણ મુદ્દા પર સંતુલિત રિપોર્ટિંગ કરવું પડશે, સિવાય કે તાલિબાન અધિકારીઓ તે મુદ્દે કોઈ પ્રતિક્રિયા આપે તો જ તે રિપોર્ટીંગ કરવાનું રહેશે.” તે જ સમયે, તાલિબાને મહિલા પત્રકારોને કામ કરવા પર પહેલેથી જ પ્રતિબંધ લગાવી દીધો છે. આ સિવાય તાલિબાન દ્વારા 7 હજાર પત્રકારોને કેદ પણ કરવામાં આવ્યા છે.
સંયુક્ત રાષ્ટ્રમાં તાલિબાનના રાજદૂત તરીકે નિયુક્ત સુહેલ શાહીને આંતરરાષ્ટ્રીય મંચ પર પ્રતિનિધિત્વ કરવાની પરવાનગીની વિનંતી કરી છે. શાહીને કહ્યું કે ગની સરકારના પતન બાદ તેમના નિયુક્ત દૂત દેશનું પ્રતિનિધિત્વ કરી શકતા નથી. એક ટ્વિટમાં શાહીને કહ્યું કે, અત્યારે દેશના લોકોનો એકમાત્ર અને વાસ્તવિક પ્રતિનિધિ ઇસ્લામિક અમીરાત અફઘાનિસ્તાનનો છે.
ઉલ્લેખનીય છે કે તાલિબાનના રાજમાં અફઘાન મહિલાઓ તાલિબાન શાસનનો સૌથી મોટો ભોગ બની રહી છે. મહિલાઓને ન તો એકલા ઘરની સીમા પાર કરવાની મંજૂરી મળી છે અને ન તો તેમને ઘરની અંદર સુરક્ષિત રહેવાનો વિશ્વાસ છે.તાલિબાન દ્રારા સતત હિંસાત્મક પગલાો ભરવામાં આવે છે અને અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. આ તમામ વાચતો દેશના લોકો સુધી ન પહોંચે તે માટે હવે મીડિયાને પમ પોતાની બાનમાં લીધું છે, મીડિયા પર પર્તિબંધ મૂક્યો છે ,પોતે પ્રતિક્રિયા ન આપે ત્યા સુધઈ રિપોર્ટીંગ કરવાની મનાઈ ફરમાવામાં આવી છે.